fbpx
ગુજરાત

કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને જીત અપાવવા માટે કમર કસીગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલાક નેતાઓને લોકસભાની વિવિધ સીટની જવાબદારી સોંપવામાં આવી

કોંગ્રેસ પણ ભાજપની જેમ લોકસભાની તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને જીત અપાવવા માટે કમર કસી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે મોટો ર્નિણય કર્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલાક નેતાઓને લોકસભાની વિવિધ સીટની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. આ અગાઉ પ્રમુખ, પુર્વ પ્રમુખ, વિપક્ષના નેતા અને પુર્વ વિપક્ષના નેતાને પણ લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને લોકસભા બેઠક સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીજી તાજેતરમાં જ ગુજરાતના પ્રવાસે હતા.

જેમાં તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કાૅંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. તેમની મુલાકાત બાદ બીજીવાર આ લિસ્ટ જાહેર કરાયું છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રભારીએ સિનિયર નેતાઓ સાથેની બેઠક બાદ જવાબદારીઓ નક્કી કરી દેવાઈ છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને જિલ્લાવાર જવાબદારીઓ સોંપાઈ છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ જિલ્લાનો પ્રવાસ કરી પ્રદેશ પ્રમુખને હવે રિપોર્ટ સોંપશે. જિલ્લાની સ્થાનિક પરિસ્થિતી, સંગઠનની અસરકારતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠક યોજશે. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સામાજીક સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી એક અહેવાલ તૈયાર કરાશે. લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો-પૂર્વ પ્રમુખઓ, જે તે લોકસભા બેઠકનો પ્રવાસ કરશે અને ત્યાની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની અસરકારકતા, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠકો યોજશે.
કયા નેતાને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ ?ઃ-
હિંમતસિંહ પટેલને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર પાટણની જવાબદારી
લલિત કગથરાને સુરેન્દ્રનગર , અમરેલી અને જામનગરની જવાબદારી
જિગ્નેશ મેવાણીને છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદની જવાબદારી
ઇન્દ્રવિજય સિંહ ગોહિલને ખેડા અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્વિમ અને આણંદ લોકસભાની જવાબદારી
ઋત્વિક મકવાણાને નવસારી , સુરત અને વલસાડની જવાબદારી
અમરીશ ડેરને ભાવનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદરની જવાબદારી
કદીર પીરજાદાને ભરૂચ વડોદરા અને બારડોલી બેઠકની સોપાઇ જવાબદારી
શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાની જવાબદારી
જગદીશ ઠાકોરને પૂર્વ-પશ્ચિમ અમદાવાદ, સાબરકાંઠાની જવાબદારી
સિદ્ધાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણાની જવાબદારી
અર્જૂન મોઢવાડિયાને બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છની જવાબદારી
ભરતસિંહ સોલંકીને પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારીની જવાબદારી
અમિત ચાવડાને ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી
પરેશ ધાનાણીને ગાંધીનગર, પાટણ, પોરબંદર, જામનગરની જવાબદારી
સુખરામ રાઠવાને દાહોદ, બારડોલી, વલસાડ જિલ્લાની જવાબદારી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/