fbpx
ગુજરાત

વડોદરામાં મુસ્લિમ યુવકે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરતાં કુંવારી યુવતીએ બાળકીને જન્મ આપ્યોયુવતીની એકલતાનો લાભ લઇને સલમાન અરમાન પઠાણે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા

વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી કુંવારી યુવતીએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં રહેલી એક યુવતી સાથે સલમાન અરમાન પઠાણ નામના યુવકે મિત્રતા કેળવી હતી અને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ વારંવાર દુષ્કર્મ આચરતા યુવતી પ્રેગનન્ટ થઇ હતી અને તેણે સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી સલમાન પઠાણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી વર્ષ ૨૦૨૦માં તેના ઘરથી નજીક રહેતા સલમાન અરમાન પઠાણ નામના યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં તેમની મિત્રતા પ્રેમમા પરિણમી હતી. યુવક છેલ્લા એક વર્ષથી યુવતીની મરજીના વિરુદ્ધમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. યુવતીની એકલતાનો લાભ લઇને યુવકે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જાે યુવતી વિરોધ કરે તો સલમાન મારી નાખવાની પણ ધમકી આપતો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાેકે ગઇકાલે યુવતીએ શહેરની સયાજી હોસ્પિટલ ખાતે એક બાળકીને જન્મ આપતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મકરપુરા પોલીસ મથકે પીડિતાએ આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ સલમાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/