fbpx
ગુજરાત

સિંગતેલના ભાવમાં ૮૦ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૨૦ રૂપિયાનો ઘટાડો

તહેવારો પહેલા છૂટક મોંઘવારીમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલોના ભાવમાં કમરતોડ વધારા બાદ હવે તેલના ભાવ ઘટી રહ્યાં છે. ખાસ કરીને માર્કેટમાં મગફળીની આવક વધવાનું કારણ પણ સિંગતેલના ભાવ ઘટાડા માટે જવાબદાર છે. ત્યારે ફરી એકવાર આજે તેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તુ થયુ છે. ત્યારે તહેવારો પહેલા ફરીથી લોકોને ખુશખબર મળી છે, અને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.૮૦ નો ઘટાડો જાેવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.૨૦ નો ઘટાડો થયો છે. જ્યારે આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે. ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે. ઓક્ટોબર મહિનાથી તેલના ભાવ સતત નીચે જઈ રહ્યાં છે. છેલ્લાં એક મહિનાના ગાળામાં ચોથીવાર સિંગતેલના ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા છે. સતત વધતા તેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.૮૦ નો ઘટાડો જાેવા મળ્યો છે.

આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.૨૦ નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ ૨૮૨૦ રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ ૧૫૦૦ રૂપિયા થયા છે. સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો ૩૦૦૦ ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ, ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ભાવ ઘટવાનું એક કારણ એ પણ છે કે, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીનું ઓછું ઉત્પાદન થયું છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ ૩૦૦૦ રૂપિયાએ પહોંચી ગયો હતો. પરંતુ હવે માર્કેટમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેથી તેલના ભાવમાં ઘટાડો થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/