fbpx
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે.કમિશ્નર પર હુમલોલોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા

અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો. દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે જીફઁ હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા.

અત્રે જણાવવાનું કે સિવિલની નજીકના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટોળા દ્વારા દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો. દબાણ ટીમ પર હુમલો કરનાર આરોપીઓની શોધખોળ કરીને અટકાયત કરવામાં આવી છે. હુમલો કરનારા ૨ને પોલીસે તેમના ઘરમાંથી દબોચ્યા.અસારવામાં સિવિલ નજીક છસ્ઝ્ર ના ડેપ્યુટી કમિશનર પર જીવલેણ હુમલાનો મામલે ૯ લોકો સામે નામજાેગ સહીત કુલ ૧૬ લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. એએમસીના આસિસ્ટન્ટ કમિશનર ફરિયાદી બન્યા છે. અત્રે જણાવવાનું કે અસારવા સિવિલ હોસ્પિટલ નજીક લારીઓના દબાણ હટાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. સ્થાનિક માથાભારે તત્વો એ એએમસીના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત અધિકારી હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/