fbpx
ગુજરાત

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં ૧૦ ટકા જેટલો તોતિંગ વધારોગુજરાત શિક્ષણ બોર્ડે સામાન્ય સભા બાદ ફી અંગેની જાહેરાત કરી

મોંઘવારીનો માર ઓછો હતો, ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો વધારો ઝીંકવામાં આવનાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષના અંતમાં ફી વધારાનો મોટો ર્નિણય લીધો છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી કે, ૨૦૨૪ માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં ૧૦ ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો સાથે જ પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે. શુક્રવારે બોર્ડની સામાન્ય સભાનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડે સામાન્ય સભા બાદ ફી અંગેની જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્કૂલ ફીમાં ૫ ટકાનો વધારો દર વર્ષે કરવાની છૂટ હોય છે. છતાં પરીક્ષા ફીમાં સીધો ૧૦ ટકાનો વધારો કરાયો છે.

આ વધારાની સીધી અસર લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર પડશે. પરીક્ષા ફીમાં સીધો ૧૦ ટકાનો વધારો વાલીઓના બજેટને મોટી અસર કરશે. ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૧૧ માર્ચથી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કરાયા છે. પરંતુ ધોરણ ૧૨ની સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોને ૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષા થશે. જાેકે, આ બાદ બંને પરીક્ષામાંથી જે બેસ્ટ પરિણામ હશે, તેને ધ્યાનમાં લેવાશે. જ્યારે કે, ધોરણ-૧૦ ની પૂરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામા આવ્યો છે, તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવાયું છે. બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ અપાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/