fbpx
ગુજરાત

સુરતમાં એક જ પરિવારના ૭ લોકોના મોતની સુસાઇડ નોટના શબ્દોએ સૌને રડાવી દીધાંઅમારા મોત માટે કોઇના નામ લખવા નથી, કુદરત પરચો આપશેજીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના ૭ સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું સુરત હિબકે ચઢ્યું હતું. પાલનપુર પાટિયા સ્થિત જકાતનાકા ખાતે આવેલ નિવાસ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જાેડાયા હતા. સામુહિક આપઘાત કરનાર મનિષ સોલંકીના પરિવારના ૭ સભ્યોની એકીસાથે નનામી ઉઠતાં સુરત હિબકે ચઢ્યું હતું. પરંતુ આ પરિવારની સ્યૂસાઈડ નોટ રડાવી દે તેવી છે. મનીષ સોલંકીએ નામ વગર કેટલાક લોકો માટે એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો કે તમારું દિલ પણ રડી પડશે.

શબ્દોમાં એવુ હતુ કે, અમારા મોત માટે કોઇના નામ લખવા નથી, કુદરત પરચો આપશે. સુરતમાં એક જ પરિવારના ૭ લોકોના મોતથી ચકચાર મચી છે. સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનિષ સોલંકીએ પરિવારના ૭ સભ્યો સાથે મળીને સામુહિક આપઘાત કરીી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનિષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષની પત્ની રીટા, તેની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા સોલંકી પરિવારના સાત સભ્યોની લાશ મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે.

સુસાઈડ નોટમાં મનિષે હૃદયને સ્પર્શી જાય તેવા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. મૃતક મનિષ સોલંકીએ આપઘાત નોટમાં એવું પણ લખ્યું કે જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજાે, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ. મેં લોકો સાથે સારું વર્તન કર્યું, હું લોકોને મદદરૂપ થતો હતો, પરંતુ લોકો મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી. પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું, રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં, ઉપકારનો બદલો કોઈ પાછો આપતો નથી, મારી જિંદગીમાં મેં ઘણાને મદદ કરી છે.

મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી, રિટાબેન તારું ધ્યાન રાખજે. ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજાે.’ મનીષના કેટલાક શબ્દો બહુ જ ભારે હતા. જેમ કે, પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું. રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં. ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી. મારી જિંદગીમાં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી. રિટાબેન તારું ધ્યાન રાખજે. ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજાે. જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજાે. અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/