fbpx
ગુજરાત

હું જ્યાં સુધી કલેકટર નહીં બનું ત્યાર સુધી યુપીએસસીની પરીક્ષા સતત આપતી રહીશસુરતની અંજલી ઠાકુરનો લક્ષ્ય યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું નહીં, પરંતુ સારા રેન્ક મેળવી કલેક્ટર બનવાનું

દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા યુપીએસસીને સુરતની યુવતીએ પાસ કર્યા બાદ પણ તે પછી યુપીએસસીની પરીક્ષા આપી રહી છે. કારણ કે અંજલી ઠાકુરનો લક્ષ્ય યુપીએસસી પરીક્ષાને પાસ કરવાનું નહીં, પરંતુ સારા રેન્ક મેળવી કલેક્ટર બનવાનું છે. આ માટે તેને પ્રણ લીધું છે કે જ્યાં સુધી તે કલેકટર નહીં બનશે ત્યાર સુધી તે યુપીએસસીની પરીક્ષા સતત આપતી રહેશે. સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા એક ભાડાના મકાનમાં રહેતા અજય ઠાકુર મૂળ બિહારના રહેવાસી છે. તેઓ એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. તેમની દીકરી અંજલી ઠાકુરે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં દિવસ રાત મહેનત કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. કોઈ મોટા કોચિંગ કે મોંઘા મટીરીયલ વગર તેને લક્ષ્યની પ્રાપ્તિ માટે રાત દિવસ મહેનત કરી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી છે.

જાેકે હજુ સર્વિસ એલોટમેન્ટ બાકી છે, તેમ છતાં તેને બીજીવાર યુપીએસસીની પરીક્ષા આપી છે. લોકો વિચારતા હશે કે એક વખત યુપીએસસીની પરીક્ષા પાસ થયાં બાદ અંજલી ફરી એક વખત યુપીએસસીની પરીક્ષા શા માટે આપી રહી છે. અંજલી પોતાના રેન્કથી સંતુષ્ટ નથી. તે આઈએસ બનવા માંગે છે. આ જ કારણ છે કે તેને નિશ્ચિત કર્યું છે કે જ્યાં સુધી સારું રેન્ક નહીં મેળવે ત્યાં સુધી તે નોકરીની સાથે પરીક્ષા આપતી રહેશે. અંજલીનો પરિવાર સુરતમાં ભાડાના મકાનમાં રહે છે. મકાન ખૂબ જ નાનું છે. તેના પુસ્તકો રાખવા માટે પણ જગ્યા પર્યાપ્ત નથી. જેથી મંદિરની નીચે તેને અથવા તો પલંગની અંદર પુસ્તકો મૂકી છે. અંજલી પાસે કોઈ અલગ સ્ટડી રૂમ નથી. ઘર નાનું હોવાથી તે લાઇબ્રેરી જઈને કલાકો સુધી ભણતી હતી. એટલું જ નહીં સોશિયલ મીડિયાથી પણ દૂર રહેતી હતી. મોંઘાદાટ પુસ્તકો ખરીદવા માટે પણ તેને સો વાર વિચાર કરવો પડે છે. જેથી અનેક મટીરીયલ તેને જાતે તૈયાર કર્યા હતા. આજના બાળકો જ્યાં સ્માર્ટ ટીવી જાેઈને સ્માર્ટ બનવા પ્રયત્ન કરે છે, જ્યારે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ તેને દિવસ રાત મહેનત કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/