fbpx
ગુજરાત

છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઈફેડના ચેરમેન રામસિંગ રાઠવા અને કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા વચ્ચે ખટરાગ

છોટાઉદેપુરમાં આદિવાસી નેતાઓ વચ્ચે વાક્યુદ્ધ જામ્યું છે. છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઈફેડના ચેરમેન રામસિંગ રાઠવા અને કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા વચ્ચે ખટરાગ છે. અર્જુન રાઠવાએ સોશિયલ મીડિયા પર રામસિંગ રાઠવા પર આરોપ કર્યા છે. જ્યાં ટ્રાઈફેડ મામલે અર્જુન રાઠવાએ સવાલ ઉઠાવ્યા હતા. જાહેર મંચ પરથી રામસિંગ રાઠવાએ કહ્યું કે, અર્જુન રાઠવાની માહિતી ગેરમાર્ગે દોરનારી છે.

આ સાથે જ ખોટી માહિતી બદલ લીગલ એક્શન લેવાના રામસિંહ રાઠવાએ વાત કરી છે. આમ, ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવા અને કોંગ્રેસી નેતા અર્જુન રાઠવાની સોશિયલ મીડિયા યુધ્ધ હવે જાહેર મંચ પર આવી ચૂક્યું છે. તેજગઢ ખાતે ભાજપના સ્નેહ મિલન સમારોહમાં રામસિંગ રાઠવા દ્વારા અર્જુન રાઠવાનું નામ લીધા વિના તેઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. છોટાઉદેપુરના કોંગ્રેસી તેના અને ભાજપના ટ્રાઇફેડના ચેરમેનનું સોશિયલ મીડિયા યુદ્ધ જાહેર મંચ પર આવી પહોંચ્યું છે. કોંગ્રેસના અર્જુન રાઠવાએ સોશિયલ મીડિયા પર કરેલા સવાલોના જવાબ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવા દ્વારા તેજગઢ ખાતે ભાજપના સ્નેહમિલનમાં જાહેર મંચ પરથી આપ્યા છે.

અગાઉ રામસિંગ રાઠવાએ અર્જુન રાઠવાને ખોટી માહિતી આપવા અંગે માહિતી આપવાનું બંધ કરવા જણાવ્યું હતું. ચેતવણીમાં લિગલ એક્શન લેવા માટે પણ રામસિંગ રાઠવા જણાવ્યું હતું. રામસિંગ રાઠવાએ તેમના શાબ્દિક પ્રહારમાં અર્જુન તેજગઢ ખાતે જાહેર મંચ પરથી અર્જુન રાઠવાનું નામ લીધા વિના કહ્યું કે, એમનું દિમાગ છે કે કેમ તે મને ખબર નથી ભગવાને આપ્યું જ હશે બાકી આવું કોય બોલે નહીં. રામસિંગ રાઠવાએ જાહેર મંચ પરથી કરેલા શાબ્દિક પ્રહારના જવાબમાં અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યુ હતું રામસિંગભાઈ ૨૭ વર્ષ સાંસદ રહી ચૂક્યા છે હાલ તેઓ રામસિંગ રાઠવાએ ભાજપના સ્નેહમિલન લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાને બદલે માત્ર અર્જુન રાઠવાની ગાળો આપવામાં સમય પસાર કર્યો છે. રામસિંગ રાઠવાને ટ્રાઇફેડના ચેરમેન તરીકે જે કામ કરવાનું હતું.

વન ધન વિકાસ કેન્દ્રો ગુજરાતમાં શરૂ કરવાના હતા તે કાર્ય નહીં મારા સવાલોના જવાબ આપતા નથી અને લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. રામસિંગ રાઠવા ખૂબ અનુભવી નેતા છે તેમ છત્તા જાહેર મંચ પરથી ડરાવાની વાતો કરે નિગલ કાર્યવાહીની વાતો કરે છે. ગુજરાતમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે બોલે એને દબાવાનો. ચૈતરભાઈનું શું કરી રહ્યા છે. હવે મને દબાવવા માંગો છો. છોટાઉદેપુરમાં જે વન વિકાસ નિગમનું કૌભાંડ બહાર આવ્યું છે, નકલી કચેરી બહાર આવી છે, ત્યારે રામસિંગભાઈને ગુસ્સો નથી આવ્યો. આદિવાસીને જાતિના દાખલ નથી મળતા તેનો ગુસ્સો નથી આવ્યો. જિલ્લાના પુલો ક્ષતિગ્રસ્ત છે તેનો ગુસ્સો નથી આવતો. રામસિંગભાઈને માત્ર લોકસભાની ટીકીટ જાેઈએ છે અને ટીકીટ અર્જુનભાઈના આક્ષેપોના કારણે ઘોંચમાં પડી છે એવું મને લાગે છે એટલા માટે એ બોખલાઈ ગયા છે અને ગાળા ગાળી કારી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/