fbpx
ગુજરાત

જમીનની અદાવત, ત્રણ મહિના ઘડ્યો પ્લાન, હની ટ્રેપની જાળ ગોઠવી, યુવાનનું કામ તમામઆરોપીએ પોતાની જ પ્રેમિકાને તૈયાર કરીને યુવાનને ફસાવ્યો અને પછી કરી હત્યા

વિજયનગરના બાલેટા પાસેથી એક પુરુષની લાશ મળી હતી અને જેને લઈ ચિઠોડા પાલીસ અને એલસીબીએ તપાસ શરુ કરી હતી. જમીનની અદાવતની દોઢ દાયકા બાદ અદાવતથી હત્યા કરવા માટે અઢી ત્રણ મહિનાથી પ્લાન ઘડ્યો. જે હત્યા કરવા માટે ધીરજ એટલી ધરી કે તેની હત્યા કરવા માટે પુરો સમય લઈને પ્લાન મુજબના સ્ટેપ ચાલવાનુ શરુ કર્યુ હતુ. જે મુજબ સૌથી પહેલાથી હની ટ્રેપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સામાન્ય રીતે હનીટ્રેપમાં પૈસા કે કામ પાર પાડવાના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ અહીં તો કામ તમામ કરવા માટેની હની ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આરોપીએ પોતાની જ પ્રેમિકાને તૈયાર કરીને અને તેના મારફતે મૃતક યુવક દિનેશ કલાલને પોતાની ટ્રેપમાં લેવાની શરુઆત કરી હતી. યુવતીએ મીઠી મીઠી વાતો વ્હોટસેપ દ્વારા શરુ કરી હતી. યુવતીએ પોતાની જાળમાં ફસાવી લીધા બાદ દિનેશને મળવા માટે હિંમતનગર બોલાવ્યો હતો. યુવતીને મળવા માટે મૂળ રાજસ્થાનના સલુમ્બરનો દિનેશ કલાલ અમદાવાદ પોતાની બિમારીની દવા લેવા માટે આવ્યો હતો. જ્યાંથી તે હિંમતનગર પહોંચ્યો હતો.

હિંમતનગરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં આરોપી યુવતી કમળા યાદવને મળવા માટે પહોંચ્યો હતો. જ્યાં વાતો કરવા દરમિયાન યુવતીનો પતિ હોવાનુ કહી પ્લાન મુજબ અન્ય એક શખ્શ આવી ચડ્યો હતો અને જેણે દિનેશ કલાલને ધમકાવવાની શરુઆત કરી હતી અને પોતાની પત્નિને કેમ વાતો કરે છે. દિનેશ કલાલને ધમકાવીને એક કારમાં બેસાડી દીધો હતો. ગભરાયેલા દિનેશે આખરે યુવતીના ચક્કરમાંથી છૂટી જવાની વાતો કરી હતી. જેમાંથી છોડવા માટે આરોપી ભેરુલાલ ગાયરીએ તેને ભીખારીના જ વેશમાં પાછો મોકલવાની વાત કરી હતી.

જેથી પોતાની પત્નિને મળવાનો બદલો લેવાઈ જાય. આમ કહીને ભિખારી જેવા ફાટેલા તૂટેલા મેલા કપડાં દિનેશ કલાલને પહેરાવી દઈ તેને શામળાજી તરફ લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં જ તેનુ ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. પહેલાથી જ પ્લાન મુજબ ભિખારીને કપડા ચાલાકી વાપરીને પહેરાવી દીધા હતા.અને હવે ભિખારી વેશમાં રહેલા યુવકની લાશને અવાવરુ જગ્યાએ ફેંકવા માટે વિજયનગરના બાલેટા તરફ કારને હંકારી દીધી હતી.

જ્યાં એવો વિસ્તાર પસંદ કર્યો કે, મોબાઈલ કવરેજ કે સીસીટીવી ના હોય. આમ લાશને લઈ બાલેટા નજીકના વિસ્તારમાં પહોંચ્યા હતા. જયાં લાશને એક ખજૂરીના ઝાડ પાસે ફેંકી દઈને ચહેરા પર એસીડ રેડી દીધો હતો. જેથી જલદી ઓળખ ના થઈ શકે. આખીય ઘટનામાં આરોપીઓએ સંપૂર્ણ પણે ચાલાકીનો ઉપયોગ કરીને યુવકને જાળમાં ફસાવીને તેની હત્યા કરીને લાશને ઠેકાણે પાડી દીધી હતી. જે બાદ આરોપીઓ નિશ્ચિત બની ગયા હતા. પરંતુ ચિઠોડા પોલીસ અને એલસીબી હિંમતનગરની ટીમો એક્ટીવ થઈ ગઈ હતી.

તેઓએ તપાસ માટે દિવાળીના સમયે જ એક એક પળનો ઉપયોગ કરવો શરુ કરી દીધો હતો. જેમાં એક ફોન કોલ્સે તેમને હિંમતનગરનુ લોકેશન દર્શાવતા પોલીસે એ વિસ્તારથી સીસીટીવી અમદાવાદ અને વિજયનગર સુધી શોધવા શરુ કર્યા હતા. જેમાં એક વીડિયો ફૂટેજમાં એક શંકાસ્પદ કાર ગાયત્રી મંદિર રોડ પર જાેવા મળી હતી. આ કારે પોલીસને આગળ વધવાની ધગશ વધારી દીધી હતી. કાર અંગેની તપાસ કરતા જ એક બાદ એક પત્તા ખુલવા લાગ્યા હતા. જેમાં આરોપીઓ સુધી પહોંચવા માં પોલીસને સફળતા મળી હતી.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને જેમાંનો મુખ્ય આરોપી રમેશ કલાલ અમદાવાદમાં હોટલ ચલાવતો હોવાનુ સામે આવ્યુ હતુ. જે આરોપી રમેશ કલાલ અને મૃતક દિનેશ કલાલ કૌટુંબી છે અને તેમના વચ્ચે ૧૫ વર્ષથી જમીનને લઈ પારીવારીક ઝઘડો ચાલી રહ્યો હતો. જેને લઈ તેણે હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે ભેરુલાલ ગાયરીને ૧ લાખ રુપિયામાં સોપારી આપી હતી. આ માટે પોતાની પ્રેમિકાને પણ મદદગારી માટે હત્યા માટે મદદગારીમાં સામેલ કરી હતી. આ બનાવમાં પોલીસે રમેશ ગૌતમજી કલાલ, હાલ રહે ઘોડાસર, અમદાવાદ. મૂળ ભબરાના. તા. સલુમ્બર જિ. ઉદયપુર, રાજસ્થાન…ભેરુલાલ ઉર્ફે લાલો વેલજીભાઈ ગાયરી, રહે સાબલા. જિ. ડુંગરપુર, રાજસ્થાન…વિનોદકુમાર ઉર્ફે કાલુરામ કેવજી ગાયરી, રહે કાલુપુર, મૂળ ગઢી, જિ. બાંસવાડા, રાજસ્થાન…કમળા ઓગટુભાઈ યાદવ, રહે રાયપુર, અમદાવાદ, મૂળ રહે ઘાટોલ, જિ. બાંસવાડા, રાજસ્થાન ની ધરપકડ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/