fbpx
ગુજરાત

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના યાત્રિકોની બસ પલટી, ૩૦ને ઈજા

જામનગર, મોરબી અને રાજકોટના લગભગ ૫૦ જેટલા મુસાફરો સવાર હતાબનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઘટના સ્થળે પહોંચ્યાઅંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ઘાટી પર ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ૩૦ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા,

તેમને નાની-મોટી ઈજા પહોંચી હતી. તો બે મુસાફરો બુરી રીતે બસમાં ફસાયા હતા, જેઓને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આ્‌વયા હતા. સૌરાષ્ટ્રના કેટલાક શ્રદ્ધાળુઓ છેલ્લાં ૨૦ દિવસથી યાત્રા પર નીકળ્યા હતા. ખાનગી બસમાં જામનગર, મોરબી અને રાજકોટના લગભગ ૫૦ જેટલા મુસાફરો સવાર હતા. જેઓ અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જઈ રહ્યા હતા, ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી ગઈ હતી. બસ પલટી ખાઈ જતા મોટાભાગના મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા.

જેમાં લગભગ ૩૦ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને ૧૦૮ મારફતે દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બે મુસાફરો બસમાં ફસાયા હતા, જેઓને બે કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ કરીને બહાર કઢાયા હતા. ઘટનાની જાણ થતા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો પોલીસનો કાફલો પણ ઈજાગ્રસ્તોની મદદે પહોંચ્યો હતો. ૧૦૮ ની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/