fbpx
ગુજરાત

કાકાની જમીન પર નજર બગડવાને લઈ ભત્રીજાએ ભાગીયા સાથે મળીને કાકાની હત્યા કરીપોલીસે હત્યારા ભત્રીજા અને ખેતરનું ભાગીયુ રાખનારની ધરપકડ કરી

બનાસકાંઠા જિલ્લામાં વધુ એક હત્યાનો ગુનો નોંધાયો હતો. તાજેતરમાં જિલ્લા પોલીસે વણઉકેલાયેલ હત્યાઓના ભેદ એક બાદ એક ઉકેલવા બાદ વધુ એક હત્યાનો ઘટતા તેના પણ આરોપીઓને કલાકોમાં જ ઝડપી લઈને ભેદ ઉકેલી દીધો છે. પાલનપુર તાલુકાના સાંગલા ગામે અવિવાહિત કાકાની જમીન પર ભત્રીજાનો ડોળો હતો, જેને લઈ તેણે કાકાની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.

ઘટના અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુળજીભાઈ ભુતડીયા અવિવાહિત હતા. તેઓ પોતાના ભત્રીજાઓ સાથે રહેતા હતા અને પોતાની ખેતી કરીને પરિવારને ગુજરાનમાં મદદ કરતા હતા. મુળજી ભાઈને જમીનનો વારસદાર અન્ય કોઈ હતો અને તે પોતાની જમીન વેચવાને લઈ ભત્રીજાને શંકા હતી. ભત્રીજાએ અવારનવાર આ બાબતે કાકા સાથે તકરાર કરી હતી. અને જમીન અન્ય કોઈને વેચવાને લઈ તે શંકા ધરાવતો હતો.

આથી ગત શુક્રવારે તેણે મોકો જાેઈને પોતા ખેતરના ભાગીયા સાથે મળીને બપોરના સમયે કાકાની હત્યા કરી દીધી હતી. કાકા મુળજીભાઈ ઢાળીયાના ખાટલામાં બેઠેલા હતા. એ વખતે તેમના ગળામાં રસ્સા વડે ટૂંપો આપી દીધો હતો. આમ કાકાનુ ગળુ ટૂંપી દઈ મોત નિપજાવીને હત્યા કરી દીધી હતી. કાકાની હત્યા બાદ લાશનો નિકાલ કરવા માટે પહેલાથી જ પ્લાન કરી દીધુ હતુ અને જે મુજબ કારમાં ભરીને ડેમમાં ફેંકી દેવા માટે નિકળ્યા હતા. ભત્રીજાે ગોવા ભુતડીયા અને ચેલા ભગોરાએ મળીને હત્યા બાદ લાશને સ્કોર્પિયો કારમાં લઈને દાંતીવાડા ડેમના પાણીમાં ફેંકી દીધી હતી.

ઘટના બાદ પોલીસને જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અમિત દેસાઈ અને પીએસઆઈ આરજે સિંધીએ તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને સમયે જ મોટા ભત્રીજાની પત્નિએ શંકાસ્પદ વર્તણૂંકના આધારે દિયરની હરકતની કડી પોલીસને આપી હતી. પોલીસે દિયરની તપાસ કરીને તે દાંતીવાડા ડેમ તરફ હોઈ ત્યાં તપાસ કરતા તેઓ લાશનો નિકાલ કરતા હતા અને પોલીસ ત્યાં પહોંચતા રંગે હાથ ઝડપી લીધા હતા. બંને આરોપીઓ લાશને પાણીમાં ફેંકીને લાશનો નિકાલ કરીને પરત ફરવાની તૈયારીઓમાં હતા ત્યાં જ પોલીસની ટીમને ઝડપી લીધા હતા.

પ્રાથમિક પૂછપરછમાં હત્યાનુ કારણ જમીન વેચી દેવાની આશંકા હતી. જેને લઈ તેણે હત્યા કર્યાનો ભેદ પીઆઈ એવી દેસાઈ સમક્ષ કર્યો હતો. હત્યાની આ ઘટનામાં પોલીસે ગોવા મોતીભાઈ ભુતડીયા (ચૌધરી). રહે સાંગલા, તા. પાલનપુર જિ. બનાસકાંઠા.. ચેલા શકરાભાઈ ભગોરા, રહે ડાભેલી, તા. અમીરગઢ જિ બનાસકાંઠા..ની ધરપકડ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/