fbpx
ગુજરાત

વાપીનાં લવાછા વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરીપત્નીએ મને પૂછયા વગર ઘડિયાળની કેમ ખરીદી કરી કહીને પતિ સાથે ઝઘડો કર્યો હતો

વાપીનાં લવાછા વિસ્તારમાં એક પતિએ પોતાની જ પત્નીની ગળું દબાવી હત્યાના મામલે ડુંગરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. સમાજના વિરુદ્ધ જઈ અને સમાજથી લડીને લવ મેરેજ કરનાર આ દંપતી વચ્ચે એવું તો શું બન્યું હતું કે એક પતિ એ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી?? આવેશમાં આવીને એક પતિએ પત્નીની ગળું દબાવી શા માટે હત્યા કરી?? ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા લવાછા વિસ્તારની એક ચાલીમાં તુલસી બિંદ તેના બે બાળકો અને પત્ની સાથે રહેતો હતો. એક કંપનીમાં નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

૭ વર્ષ પહેલા તુલસી બિંદ અને નીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો તો, બંનેએ પરિવારોની સંમતિ વિના ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ સુરત મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં છૂટક કામ કરી અને ગુજરાત ચલાવતા હતા. આખરે વાપીના લવાછામાં છેલ્લા કેટલાક સમયથી તે આવ્યા હતા. તુલસી એક કંપનીમાં કામ કરતો હતો. જાેકે માથાભારે પત્ની અવાર નવાર નજીવી બાબતે પણ પતિ સાથે ઝગડો કરતી હતી. આથી પ્રેમ લગ્ન કર્યા બાદ પણ બંને વચ્ચે બબાલ થતી હતી. આ ઘટના શા માટે બની તે પણ ખુબ ચોંકાવનારૂ કારણ બહાર આવ્યું છે.

થોડા દિવસ અગાઉ તુલસીએ ઓનલાઇન કઙ્મૈॅાટ્ઠિં શોપિંગ એપ પર માત્ર ૯૦ રૂપિયાની બાળકો માટેની બે ઘડીયાળો જાેઈ આથી તેણે ?૯૦માં બાળકો માટે ઘડિયાળનો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડરનું પાર્સલ ઘરે આવ્યા બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. માથાભારે પત્નીએ આ મામલે પતિ સાથે ૩ દિવસ સુધી ઝગડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી. જેથી કંટાળેલા પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી નાખી હતી.પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે પતિએ કઙ્મૈॅાટ્ઠિં નામની શોપિંગ એપ પર ઓનલાઇન ઘડિયાળની ખરીદી કરી હતી અને આ પાર્સલ ઘરે આવતાજ પત્નીએ મને પૂછયા વગર કેમ ખરીદી કરી કહીને પતિ સાથે ઝઘડો કર્યો હતો.

અને આ જગડાનો કરુણ અંજામ આવ્યો. બંને વચ્ચે થયેલી બબાલ હત્યા સુધી પહોંચી હતી. પત્નીની હત્યા બાદ આરોપી પતિએ મૃતદેહ ને ઘરમાં જ રાખી અને બારણું બંધ કરી બંને બાળકોને બગીચામાં લઈ ગયો હતો. ત્યારબાદ બંને બાળકોને ખવડાવી જાતે જ બાળકો ને સાથે લઈ ને જ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. અને પોલીસ સમક્ષ ગુનો કબુલ કર્યો હતો. જેથી ડુંગરા પોલીસે આરોપી પતિ તુલસી ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરી છે તુલસી અને નીતાએ ૭ વર્ષ પહેલા પરિવારથી વિરુદ્ધ જઈ દુનિયાથી લડીને પ્રેમ લગ્ન કર્યા હતા .સાત વર્ષના લગ્ન જીવનમાં બે બાળકો થયા હતા. બંનેએ પોતાના પરિવારોની સંમતિ ન હોવા છતાં વિરોધમાં જઈ અને પ્રેમ લગ્ન કર્યા હતા.

આથી પરિવારોએ પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો હતો. સમય ની સાથે સાથે બંને પતિ પત્ની વચ્ચે નાની અમથી બાબતો ને લઇ ને વિવાદો વધતા જતા લગ્ન જીવનમાં ખારાશ વધી ગઈ હતી. બનાવના દિવસે માત્ર ૯૦ રૂપિયાની ઘડિયાળની ખરીદી બાબતે વિવાદ એટલો વધી ગયો કે ૭ વર્ષનો પ્રેમ અને બાળકોનું ભવિષ્ય પણ વિસરાઈ ગયું. નાનકડા ગુસ્સામાં આ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. હવે આ બબાલમાં પત્ની નીતાનું મોત થયું છે. જ્યારે પતિ હવે પત્નીના હત્યાના ગુનામાં જેલ હવાલે થઈ રહ્યો છે. આથી બે માસુમ બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/