fbpx
ગુજરાત

જુનાગઢમાં કોંગ્રેસ પક્ષની વિશાળ બાઈક રેલી, મોટી સંખ્યામાં જનસંવાદ કાર્યક્રમ અને ત્યારબાદ લાંબી પદયાત્રા યોજાઈ.

જુનાગઢ ખાતે કોંગ્રેસ પક્ષના જનસંવાદ કાર્યક્રમમાં મળેલા ખૂબ મોટા સહકાર અને સમર્થન બદલ જુનાગઢની જનતાનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલે આભાર માન્યો હતો. ગઈકાલ તા. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ને ગુરૂવારના રોજ જુનાગઢ ખાતે જુનાગઢના લોકપ્રશ્નો અને લોકોની સમસ્યા અંગે જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવાન મિત્રોએ મોટર સાયકલની રેલી દ્વારા શક્તિસિંહજી ગોહિલનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ખૂબ વિશાળ સંખ્યામાં ઝાંસીની રાણીની મૂર્તિ પાસેના ચોકમાં લોક પ્રશ્નો માટેનો સંવાદ યોજવામાં આવ્યો હતો.


લોક સંવાદ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલે સ્થાનિક લોકોના પ્રશ્નોને સાંભળીને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન સામાન્ય માણસની સુવિધા અને મદદ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હતી. કમનસીબે આજે ભાજપ સરકારના શાસનમાં સ્થાનિક લોકપ્રશ્નોની અનદેખી થાય છે. માલધારીઓને ફોરેસ્ટના ડુંગરમાં ચરાણ તેમજ ઘાસ માટેના પાસ આપવામાં આવતા હતા, જે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. પાણીના નિકાલની જગ્યાઓએ જુનાગઢમાં ભાજપના જ મળતીયા લોકોએ દબાણ કર્યા હોવાના કારણે થોડા જ વરસાદમાં પણ જુનાગઢ શહેરમાં પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ સર્જાય છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતો, માલધારીઓ અને નાના ધંધા-રોજગારવાળાને ન કલ્પી શકાય તેટલું નુકસાન થયું છે, પરંતુ તેને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી.

જુનાગઢ ખાતેની જનસંવાદ સભામાં બોલતા વિશેષમાં શ્રી શક્તિસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે, હિન્દુ સનાતન ધર્મમાં આખરી નિર્ણય અને સર્વોત્તમ સ્થાન શંકરાચાર્યજી મહારાજનું છે. જ્યારે “શંકરાચાર્યજી મહારાજે જણાવ્યું હોય કે જે મંદિરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું ન હોય તેની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે.” આમ છતાં ચૂંટણીઓ આવતી હોઈ માત્ર રાજકીય લાભ માટે ભાજપ રામમંદિરની ઈવેન્ટ કરી રહી છે. જે પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત રીતે યોગ્ય નથી તેમ કહીને શંકરાચાર્યજી મહારાજ ભાજપની પ્રચાર માટેની શાસ્ત્રોથી વિરુદ્ધ મંદિરના નામે થઈ રહેલ ઈવેન્ટમાં જવાના ન હોય ત્યારે કોંગ્રેસ પક્ષે રામ ભગવાનમાં પૂરી આસ્થા અને શ્રદ્ધા દર્શાવતા ભાજપની ઈવેન્ટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ભગવાનના ઘરે (મંદિરે) જવા માટે કોઈ આમંત્રણની જરૂર ન હોય. કોંગ્રેસ પક્ષના એક-એક વ્યક્તિ સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે મંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થાય અને શંકરાચાર્યજી મહારાજની અનુમતિ અને મુલાકાત થયા બાદ અમે પણ બધા રામમંદિરના દર્શનનો લાભ અવશ્ય લઈશું. દરેક હિન્દુ દેવી-દેવતાઓની પૂજા મોક્ષની પ્રાપ્તિ માટે કરે છે, પરંતુ કોઈ મતોની પ્રાપ્તિ માટે કોંગ્રેસ પક્ષનો વ્યક્તિ દેવી-દેવતાઓને શેરીઓમાં રઝળાવતો નથી. ભાજપ કામના નામે મત લઈ શકે તેમ નથી, કારણ કે કામના બદલે કારનામાં કર્યા છે, એટલે રામના નામે રોટલો શેકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષનો દરેક વ્યક્તિ પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે શંકરાચાર્યજી મહારાજ કે જેઓ હિન્દુ ધર્મના પ્રચાર, પ્રસાર અને યોગ્ય નિર્ણય માટે સર્વોત્તમ સ્થાન પર છે તેમની વાતને સંપૂર્ણ રીતે સ્વીકારે છે.

લોકપ્રશ્નો મેળવ્યા બાદ લોકપ્રશ્નોને લઈને એક લાંબી પદયાત્રા કરીને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદશ્રી વિક્રમભાઈ માડમ, ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી પુંજાભાઈ વંશ, ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા, ભીખુભાઈ વારોતરીયા, ચંદ્રિકાબેન ચુડાસમા, પરબતભાઈ ચાવડા, હમીરભાઈ ધુળા, ઈન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી હીરાભાઈ જોટવા, કિસાન સેલના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયા, જુનાગઢ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતભાઈ અમીપરા, જુનાગઢ જિલ્લા-તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/