fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ડંપિંગ સાઈટ પર ડમ્પર ચાલકે ૬ વર્ષની બાળકીને કચડી નાખી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સેકટર – ૩૦ ની ડંપિંગ સાઈટ પર ડમ્પર ચાલકની ઘોર બેદરકારીના કારણે છ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. ડમ્પરના ચાલકે બેફિકરાઈથી ડમ્પર હંકારીને કચડી નાખતા છ વર્ષની બાળકીનું મોત નિપજતા સેકટર – ૨૧ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેકટર – ૩૦ ની લેન્ડ ફિલ્ડ સાઈટ શંકાસ્પદ રીતે આગ લાગવાની કે કર્મચારીને માર મારવા જેવી ઘટનાઓનાં કારણે વિવાદમાં સપડાઈ ચૂકી છે. ત્યારે હવે અત્રે કચરો ઠલવતા ડમ્પર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે.

લેન્ડ ફીલ સાઈટ ઉપર રહેતા દાહોદના શ્રમજીવી દંપતીને ડમ્પરની અડફેટે પોતાની છ વર્ષની દીકરીને ગુમાવવાનો વખત આવ્યો છે. આ ઘટનાના પગલે લેન્ડ ફીલ સાઈટ પર તંત્રના સબ સલામતનાં દાવાની પોલ ખુલી ગઈ છે. મૂળ દાહોદના વતની બકુલભાઇ સંગાળાનાં પરિવારમાં પત્ની ટીકુબેન, ૮ વર્ષનો દિકરો અને છ વર્ષની દીકરી અંકિતા હતી. તેઓ પરિવાર સાથે લેન્ડ ફીલ સાઈટ ખાતેના છાપરામાં રહી મહાનગરપાલિકા ખાતે કોન્ટ્રાકટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આજરોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યે તેઓ છાપરાની બહાર આવેલ ખુલ્લી જગ્યામાં ટેકટર સાફ કરતા હતા. તે દરમ્યાન તેમના કાકા શકુભાઈએ જઈને કહેલ કે અંકિતા ખુલ્લી જગ્યામાં ઇજાગ્રસ્ત હાલતમાં પડી છે. જેથી બકુલભાઈ સહિત આજુબાજુમાં રહેતા લોકો ભેગા થઈ ત્યાં દોડી ગયા હતા.

અને જાેયેલ તો તેમની દિકરી અંકિતાને માથામાં ગંભીર ઈજા થવાથી સ્થળ ઉપર મરણ ગયેલ હાલતમાં પડી હતી. અને બાજુમાં ટાટા- ૪૦૭ ગાડી પડી હતી. આ બનાવના પગલે મનપાનાં અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. બાદમાં અંકીતાને સિવિલ લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે પણ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાણ થતાં સેકટર – ૨૧ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ડમ્પર ચાલક નિલેશ વિરુદ્ધ ગુનો નોંધી પોસ્ટમોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/