fbpx
ગુજરાત

વલસાડના વાઘલધરામાં માત્ર ૧ રૂપિયામાં કેન્સરની સારવાર થશેહોસ્પિટલમાં આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરની સારવાર કરવામાં આવે છે

કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે ૪ ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. જે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સરની સારવાર મોંઘી હોય છે. દરેકના ખિસ્સાને પરવડે તેમ હોતી નથી. ત્યારે ગુજરાતમાં એક એવુ સ્થળ છે જ્યાં માત્ર ૧ રૂપિયામાં કેન્સરની સારવાર થાય છે. વલસાડના વાઘલધરામાં માત્ર ૧ રૂપિયામાં કેન્સરની સારવાર કરવામાં આવે છે. અહી આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે.

મોટી હોસ્પિટલોમાં લાખોના ખર્ચે કેન્સરની સારવાર કરવામાં આવે છે. તો તેની સારવારની આડઅસર પણ ગંભીર હોય છે. પરંતુ આયુર્વેદિક પદ્ધતિથી પણ કેન્સરની સારવાર શક્ય છે. વલસાડના વાગલધરામાં આવેલી હોસ્પિટલમાં આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરની સારવાર કરવામાં આવે છે, જેના માટે માત્ર ૧ રૂપિયો ફી વસૂલવામાં આવે છે. આ કેન્સર હોસ્પિટલ વલસાડથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર આવેલી છે. આ હોસ્પિટલ પ્રભવ હેમ કામધેનુ ગીરીવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. અહી કેન્સરની સારવાર માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે.

આ હોસ્પિટલમાં સારવાર કરવા માટે દૂરદૂરથી દર્દીઓ આવે છે. આ હોસ્પિટલમાં વર્ષે સરેરાશ ૭૦૦૦ થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. તો છેલ્લાં પાંચ વર્ષમાં ૩૫ હજારથી વધુ દર્દીઓ અહી સારવાર કરાવી ચૂક્યા છે. અહી ખાસ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. જેમાં ગાયનું મૂત્ર, દૂધ જેવા પદાર્થોમાંથી ખાસ દવા બનાવવામાં આવે છે. દર્દીની સ્થિતિ મુજબ પંચગવ્ય તૈયાર કરવામાં આવે છે. પ્રથમ ૧૧ દિવસ દર્દીની સ્થિતિ જાેવામાં આવે છે, તેના બાદ સારવાર શરૂ કરાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/