fbpx
ગુજરાત

PM મોદીએ અમૂલના ૧૨૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુડેરી ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ લોકોનું અભિવાદન કર્યું

ગુજરાતમાં ય્ઝ્રસ્સ્હ્લના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો થયા સહભાગી થયા હતા. સહકારથી શક્તિ, સહકારથી સન્માન, સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને વર્ષોથી ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાર્થક કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(ય્ઝ્રસ્સ્હ્લ)ની ગોલ્ડન જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેશનને તેની સુવર્ણ જયંતી પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ૫૦ વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે.

અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે, એવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, અમૂલ જેવું કોઈ નહીં એમ કહેતા વડાપ્રધાને કહ્યું કે, આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખાણ બની ગયું છે. અમૂલ અને શ્વેતક્રાંતિની સફળતાની વાત કરતાં દેશના પશુધનના યોગદાનને યાદ કરીને વડાપ્રધાને પશુધનની વંદના કરી હતી. અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે લોકભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે આર્ત્મનિભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ. અમૂલના ઉદભવ અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, અમૂલનો પાયો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નંખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઇ અને ક્રમશઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું. ય્ઝ્રસ્સ્હ્લ અને અમૂલે સાધેલા વિકાસ અંગે વધુમાં વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા ર્નિણયો કેવી રીતે આવનારી પેઢીનું ભાગ્ય બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે.

અમૂલના વિકાસમાં મહિલા શક્તિના યોગદાન વિશે વાત કરતા મોદીએ કહ્યું હતું કે, આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિના કારણે છે. આજે જ્યારે ભારત ‘વિમેન લેડ ડેવલોપમેન્ટ'(ઉર્દ્બીહ ઙ્મીઙ્ઘ ઙ્ઘીદૃીર્ઙ્મॅદ્બીહં)ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેકટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે. દેશને વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા આર્થિક રીતે સશકત બને તે જરૂરી છે. એટલે જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં આવી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું. ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યો વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ખેડૂતોનું જીવન કેવી રીતે સારું બને તે હંમેશાંથી અમારો લક્ષ્યાંક રહ્યો છે.

પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધે, પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, ગામોમાં પશુપાલનની સાથે માછલીપાલન અને મધમાખી પાલનને કેવી રીતે પ્રોત્સાહન આપવું એ દિશામાં અમે સતત પ્રયાસરત છીએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જયુબિલી ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘સહકારથી સમૃદ્ધિ’નો ધ્યેય ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે. આજનો આ અવસર મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ છે કે આજથી એક મહિના પહેલા ૨૨ જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનો અવસર ઊજવાયો હતો, આવો જ ઉમંગ અને ઉત્સાહનો માહોલ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં જાેવા મળી રહ્યો છે. આમ, દેશના અમૃતકાળમાં સહકારથી સમૃદ્ધિ દ્વારા રામરાજ્યની મોદીની ગેરંટી છે,

એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૃતકાળમાં પોતાનો સુવર્ણ જયંતી મહોત્સવ મનાવી રહ્યું છે, એ સુભગ સંયોગ પણ છે. એટલું જ નહીં, સહકારી ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે, એ આજનો અવસર દર્શાવે છે. આઝાદીના આદોલનમાં અંગ્રેજાે સામેની અસહકારની લડતની આગેવાની ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી. એવી જ રીતે ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહની જાેડીએ સહકારથી સમૃદ્ધિનું મિશન આપ્યું છે. આઝાદીના દાયકાઓ બાદ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર સહકાર મંત્રાલય કાર્યરત થયું છે. કૃષિ, પશુપાલન, ગ્રામ ઉત્થાનના સર્મસમાવેશી પેટર્નને નરેન્દ્રભાઇએ વિકસાવી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે.

બે દાયકામાં દૂધ ઉત્પાદક સંધોની સંખ્યા બમણી એટલે કે ૧૨થી વધીને ૨૩ થઇ છે. ૩૬ લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જાેડાયેલા છે અને એમાંય ૧૧ લાખ જેટલી નારીશક્તિ છે. સમગ્ર ગુજરાતમાં ૧૬,૩૮૪ દૂધ મંડળીઓમાંથી ૩૩૦૦ જેટલી મંડળીઓનો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આમ લાખો રૂપિયાની આવક આ નારી શક્તિ મેળવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું. સહકારી ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે ત્યાં પુશપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય પણ બની રહ્યો છે, દેશને વિશ્વની સૌથી મોટી પાંચમી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક – સહકારી ક્ષેત્રએ પણ મોટું યોગદાન આપ્યું છે. ‘માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ’ એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. દૂધ ઉત્પાદકોને દરરોજનું રૂપિયા ૧૫૦ કરોડથી વધુનું પેમેન્ટ ડીબીટીથી કરીને વડાપ્રધાનશ્રીની ડિજિટલ ભારતની નેમ સાકાર થઇ રહી છે.

મુખ્યમંત્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન માં દેશના અમૃત કાળ માં ભારતનું દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્ર વધુ ઉન્નત બની વિશ્વ ખ્યાતિ હાંસલ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. જેમાં સૌ પ્રથમ અમૂલ ડેરી, આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેકચરિંગ પ્લાન્ટ, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. હેઠળ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ, નવી મુંબઈનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ય્ઝ્રસ્સ્હ્લનો સ્મૃતિ કોઈન પણ વડાપ્રધાનના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો.

અમૂલના આઇકોનિક ગીત ‘મંથન’ પર સુંદર સાંસ્કૃતિ કૃતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી, જેમાં ૫૦૦ જેટલા કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ય્ઝ્રસ્સ્હ્લના સુવર્ણ જયંતી સમારોહની ઉજવણી પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ સી.આર.પાટીલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા આહિર તથા રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ય્ઝ્રસ્સ્હ્લને અમૂલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની ડેરી સહકારી સંસ્થા છે તથા ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા છે, જે ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. ય્ઝ્રસ્સ્હ્લ ૯ જુલાઈ, ૧૯૭૩ ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું,

જ્યારે ‘અમૂલ’ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવ્યા હતા. અમૂલ ફેડરેશન સાથે હાલમાં ગુજરાતના ૧૮ દૂધ સંઘો સાથે ૧૮,૬૦૦ ગામોના ૩૬ લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. અમૂલ ફેડરેશનના દૂધ સંઘો દરરોજ ૩ કરોડ લિટરથી વધુ દૂધની ખરીદી કરે છે. અમૂલ ફેડરેશન ૫૦ થી વધુ દેશોમાં નિકાસ કરવા ઉપરાંત સમગ્ર ભારતમાં ૮૬ શાખાઓ, ૧૫૦૦૦ વિતરકો અને ૧૦ લાખ રિટેલર્સના નેટવર્ક દ્વારા ૫૦ થી વધુ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/