fbpx
ગુજરાત

છોટાઉદેપુર શહેરમાં ઘેટાં-બકરાની જેમ મુસાફરોને લઈને જતાં ખાનગી વાહનો

છોટાઉદેપુર શહેર જિલ્લાનું મથક હોય શાળાઓ, મહાશાળાઓ આવેલી હોય જીલ્લા અને તાલુકા કક્ષાની ઓફ્સિો છોટા ઉદેપુર મથકે આવેલી હોય જ્યારે ખેતીને લગતા કામો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગ્રામિણ વિસ્તારોમાંથી મોટાં પ્રમાણમાં પ્રજા આવતી હોય છે જેઓને એસટી બસની અનિયમિતતાને કારણે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેનો વાહન માલિકો દુરૂપયોગ કરતાં હોય તેમ નરી આંખે જાેવા મળી રહ્યુ છે.

હાલમાં છોટા ઉદેપુરના અલીરાજપુર નાકા પાસે જીપની અંદર ઘેટાં બકરાંની જેમ મુસાફ્રો બેસાડવામાં આવ્યા હોય અને બહાર પણ લટકેલા જાેવા મળી રહયા છે.શાળા કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો જીપની પાછળ લટકેલા હોય તેમ જાેવા મળી રહ્યુ છે. ચાર રસ્તા ઓ કે નગરનાં નાકાઓ ઉપર પોલિસ બંદોબસ્ત મૂકવામાં આવતો હોય છે તો આ વાહનોમાં ક્ષમતા કરતાં વધારે મુસાફ્રો ભરતા હોય તો કેમ અટકાવવામાં આવતાં નથી? લાખોના ખર્ચે છોટા ઉદેપુર નગરમાં સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરામાં ખાનગી વાહનો દેખાતા નહિ હોય ?

ઈ મેમો વાહન ચાલકોને તૈયારીમાં મળી જતો હોય છે. તો શું આટલા બધા લગાડેલા કેમેરા માત્ર ગરીબ પ્રજાને મેમો આપવાં માટે જ છે.? તે પ્રશ્ન પ્રજામાં ઉદભવ્યો છે. છોટા ઉદેપુર પંથકમા નરી આંખે ટ્રાફ્કિના નિયમોનું ઉલ્લંઘન થતું જાેવા મળી રહ્યુ છે. ગ્રામિણ વિસ્તારોમાંથી છોટા ઉદેપુર અવર જવર કરતાં ખાનગી વાહનો ખૂબ મોટી સંખ્યામાં રોજ બરોજ જતાં હોય છે. જેઓ ક્ષમતા કરતાં વધારે મુસાફ્રો ગાડીમાં લઈ જતા જાેવા મળે છે. પરતું શું આ વાહનોને ટ્રાફ્કિના નિયમો લાગુ પડતાં નથી કે કેમ? તે એક જટિલ પ્રશ્ન થઈ પડયો છે. ઘણાં સમયથી છોટા ઉદેપુરના ચાર રસ્તાઓ , પિકઅપ સ્ટેન્ડ તથા ચાર નાકાઓ ઉપર ક્ષમતા કરતાં વધારે મુસાફ્રો ભરી ભરીને ખાનગી વાહનો દોડતા નજરે ચઢે છે.

જેમાં મુસાફ્રોની કોઇ સેફ્ટી જેવું કશુ હોતું નથી ત્રીસ થી ચાલીસ કિલોમીટર દૂર સુધી યુવાનો તથા અન્ય મુસાફ્રો જીવના જાેખમે મુસાફ્રી કરી જિલ્લાથી પોતાના ગામ સુધીનું અંતર પુરૂ કરે છે. શું આ પરિસ્થિતિ ઉપર તંત્ર કાબુ મેળવશે કે કેમ? જાેખમી મુસાફ્રી કરાવતા વાહન ચાલકો તથા જીવ ના જાેખમે મુસાફ્રી કરતા મુસાફ્રો ઉપર પગલાં ભરવા માં આવશે કે કોઇ અનહોની થાય તેની રાહ જાેવાશે? તેમ પ્રજા પ્રશ્ન કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/