fbpx
ગુજરાત

ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં આજે ફરી એકવાર ધરા ધ્રુજીવહેલી સવારે ૩.૨નો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં આજે ફરી એકવાર ધરા ધ્રુજી હતી, વહેલી સવારે ૩.૨નો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાને પગલે ભયનો માહોલ છવાયો હતો. આજે વહેલી સવારે કચ્છમાં ૩.૨નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યાં હતાં. ફરી એકવાર લોકોના જીવ જાણે ટાળવે ચોટ્યાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સોમવારે મોડી રાત્ર અથવા એમ કહો કે મંગળવારે વહેલી સવારે ૩ વાગ્યા પછી કચ્છના દુધઇમાં અચાનક ધરા ધ્રજવા લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો છે,

અને દોડીને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ દુધઇથી ૨૫ કિલોમીટર દુર નોંધાયુ હતુ. વર્ષ ૨૦૦૧માં ગુજરાતના કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ અવારનવાર અહીં નાના મોટા ભૂકંપના આંચકા આવતા રહ્યાં છે, આજે પણ સવારે ભૂકંપ આવતા લોકોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને વાગડ દુધઇની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે. આજે વહેલી સવારે દુધઇમાં ૩ઃ૦૪ કલાકે ૩.૨ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકા આવ્યા હતા. આ વખતે ભૂકંપનો કેન્દ્રબિંદુ દુધઈથી ૨૫ કિલોમીટર દૂર નોર્થ – નોર્થ વેસ્ટમાં નોંધાયુ હતુ. ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ દુધઇ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/