fbpx
ગુજરાત

સુરતના કડોદરામાં બે દીકરીઓની ૩૭ વર્ષની માતા સાથે દુષ્કર્મ

મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી સેનેટરી ઇન્સ્પેક્ટરે દુષ્કર્મ આચર્યું સુરતમાં એક મહિલાને નોકરી અને લગ્નની લાલચ આપી સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક જ સંપ્રદાયમાં સત્સંગ દરમ્યાન બંને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યાર બાદ સેનેટરી ઇન્સપેક્ટરે મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપી મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આખરે છેવટે મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સેનેટરી ઇન્સ્પેકટર ભીખુ અંજારાની ધરપકડ કરી હતી. સુરતના કડોદરા ખાતે રહેતી ૩૭ વર્ષની બે દીકરીઓની માતા સાથે દુષ્કર્મની ઘટના બની હતી.

એક વર્ષ દરમિયાન સુરતના કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ બ્લેકમેલ કરી ધમકી આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સેનેટરી ઇન્સ્પેક્ટર અને આ મહિલા બંને બ્રહ્મકુમારી ધર્મને માને છે બંને સૌ પ્રથમ મહાશિવરાત્રીના કાર્યક્રમમાં કતારગામ ખાતે મળ્યા હતા જ્યાં બંને સૌપ્રથમવાર મળ્યા હતા અને ત્યારે વાતચીત થતાં મહિલા અને સેનેટરી ઇન્સ્પેક્ટર એ બંને નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે મિત્રતા થઈ હતી સાથે સાથે વાર તહેવારે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખાભાઈ મીઠાઈ લઈને એ કામિનીબેનના ઘરે આવતા હતા ત્યારબાદ તેમને અને તેમની દીકરીઓને ફરવા પણ લઈ ગયા હતા. આ દરમિયાન મહિલાના પતિ નાઈટ શિફ્ટમાં હતા

તે દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર એ મહિલા સાથે સંબંધ બાંધવા જણાવ્યું હતું અને મહિલા નહીં માનતાં તે ફરવા ગયા ત્યારના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુભાઈ સોસાયટીમાં આવતા હતા જેથી સોસાયટીમાં બધા લોકો વાતો કરશે તેવું મહિલાએ જણાવી ઘરે નહીં આવવા વાત કરી હતી.

ત્યારબાદ ભીખુભાઈએ ધમકી મારી હતી કે જાે તે નહીં માને તો તેમના સંબંધ જાહેર કરી દેશે. સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ ભાઈ સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે બ્રિજ નીચે પાલિકાના શૌચાલયમાં બનાવવામાં આવેલી નાની ઓરડીમાં વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. જેનાથી કંટાળી મહિલાએ સલાહબાદપુરા પોલીસ મથકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ મૂળજી અંજારા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભીખો મૂળજી અંજારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/