fbpx
ગુજરાત

અમદાવાદમાં અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસંવાદ કાર્યક્રમ યોજાયો

શહેરના દિવ્યાંગજનો મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી બનશેલોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારી વધે અને મહત્તમ મતદાન થાય એ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજાેશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર, બ્લાઇન્ડ પીપલ એસોસિએશન (અંધજન મંડળ) તેમજ નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ ઍન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ન્યૂ દિલ્હી દ્વારા અમદાવાદના અંધજન મંડળ ખાતે દિવ્યાંગજનો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો – મતદારો, મતદાન કરી શકે તે માટે તેમને ઘરબેઠાં મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદારને લાઇનમા ઊભા રહેવાની જરૂર નથી, જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા મદદરૂપ થતી સક્ષમ એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉપસ્થિત સૌ દિવ્યાગજનો અને અંધજનમંડળના સ્ટાફે પોતાના મિત્રો તેમજ સ્વજનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરશે, તેવો સંકલ્પ પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશશ્રી જસ્ટિસ રવિ ત્રિપાઠી, સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને શહેર શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી, એનડીએફડીસીના એજીએમ શ્રી ડૉ. મનુ મિશ્રા, ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડન્ટ શ્રી રામકૃષ્ણ, બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના જનરલ સેક્રેટરીશ્રી ડૉક્ટર ભૂષણ પુનાની, એનડીએફડીસીના કોન્સલ શ્રી રવિશંકર, સામાજિક સુરક્ષા અધિકારી સુશ્રી હેતલબહેન તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો તેમજ અંધજન મંડળનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/