fbpx
ગુજરાત

કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા બફાટ કર્યા બાદ કરી સ્પષ્ટતા

રાજકોટમાં ભાજપના ઉમેદવારનું નિવેદન ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું અને વિવાદ નું કારણ પણ ત્યારે હવે રાજકોટમાં જ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા સામે જ ગંભીર નિવેદન આપી દીધુ છે. જેના કારણે હવે તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા હેદર ચોકમાં યોજાઈ હતી. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુ સભાને સંબોધતી વખતે મંચ પરથી બોલ્યા કે, ‘મને ખાતરી છે કે, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો તે રાહુલ ગાંધી હશે.

એ પણ સચ્ચાઇના રસ્તા પર. ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઇ પણ હતી. આ માણસ (રાહુલ ગાંધી) તો એકદમ નિખાલસ, અણીશુદ્ધ સાચો માણસ છે. જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે અબજો – કરોડો રૂપિયા વાપર્યા. પરંતુ આજે દેશ એને સ્વીકારે છે અને કહે છે કે, આ માણસ બરાબર છે. આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે.’

પરંતુ આ બફાટ કર્યાની વિડીયો ક્લિપ વાયરલ થતાની સાથેજ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આ અંગે સ્પષ્ટતા પણ આપી છે. તેમણે સ્પષ્ટતા આપતા કહ્યુ છે કે, રાહુલજી ભોળા છે તેમ મેં નથી કહ્યુ, મેં જે કહ્યુ હતુ તે શબ્દો હશે પરંતુ ગાંધીજીની ચતુરાઇ જે તેમણે દેશને અર્પણ કરી અને દેશને આઝાદ કરાવ્યો. તેમનામાં જે ક્વોલિટી હતી એક તો દ્રઠતા, સત્યાગ્રહ અને ત્રીજુ નિડરતા. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, જે ગાંધીને નામ મુખે લાવવા માંગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી ભાજપવાળા ગાંધીજીની ચિંતા તો કરવા લાગ્યા. ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે તે મારા શબ્દો પર હું કાયમ છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/