fbpx
ગુજરાત

હાઇકોર્ટમાં જામીન અરજી:પંચમહાલમાં મહિલાને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી માર મારવા બદલ 5 મહિલાની સામે ગુનો નોંધાયો હતો, ટ્રાયલ કોર્ટે જામીન અરજી ફગાવી’તી

પંચમહાલના મોરવા પોલીસ મથકે 6 મહિલા આરોપીઓ સામે IPCની કલમ 323, 354, 354B, 342, 364A, 452, 504, 506(2) મુજબ 26 માર્ચે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 36 વર્ષથી 71 વર્ષની મહિલાઓનો સમાવેશ થાય છે. આરોપીઓ 26 માર્ચથી જ્યુડીશિયલ કસ્ટડીમાં હતા. આરોપીઓ સામે પોલીસે કોર્ટમા ચાર્જશીટ ફાઈલ કરી હતી. આરોપીઓએ પંચમહાલની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેને નકારી દેવાતા 5 મહિલાઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી.


​​​​કેસમાં રજૂઆત કરાઈ હતી કે, પંચમહાલના ભંડોઇ ગામમાં 6 મહિલાઓ એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા. તેમને મહિલા પાસે પોતાની દીકરી પાછી આપવા માગ કરી હતી. આરોપીઓએ મહિલાને નિર્વસ્ત્ર કરીને ઘરેથી ઢસડીને એક ઝાડ સાથે બાંધી દીધી હતી. બાદમાં તેને ગડદાપાટુ અને પથ્થર મારવામાં આવ્યા હતા. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


​​​​​​​
જો કે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં હજી તપાસ ચાલુ છે. કોર્ટે આરોપીઓને જામીન ના આપવાનો નિર્ણય વ્યક્ત કરતા અરજદારોએ અરજી પરત ખેંચી હતી. અરજદારોના વકીલની મહિલા આરોપી હોવાથી જામીન આપવાની માગ કોર્ટે નકારી હતી. હવે સંજોગો બદલાતા અરજદારો દ્વારા ફરી જામીન મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહિલા વિરુદ્ધ મહિલાના ગુનામાં કોર્ટે આરોપી ઉપર દયા દાખવી નહોતી

.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/