fbpx
ગુજરાત

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે ગુજરાત ભાજપ ૪ જૂને જીતની ઉજવણી નહીં કરે

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે ગુજરાત ભાજપ દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ૪ જૂને રાજ્યમાં લોકસભા ચુંટણીની જીતની ભાજપ દ્વારા ઉજવણી સાદગીથી કરવામાં આવશે. જીત બાદ ભાજપ ફટાકડા ફોડીને પણ ઉજવણી નહી કરે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. કમલમમાં ભાજપના ઉમેદવારો જીતની ઉજવણી નહીં કરે. ભાજપના તમામ ૨૬ જિલ્લાઓના એકમોને સૂચિત કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આ સૂચના આપી હોવાનું સામે આવ્યુ છે. શુક્રવારે યોજાયેલી વચ્ર્યુઅલ બેઠકમાં આ આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ-
મતગણતરીના સ્થાનની બહાર કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં, મીઠાઈની વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવું નહી, કાર્યકર્તાઓ ટોપી કેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતાકી જય ના સૂત્ર સાથે વિજયને આવકારે.
મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખુલ્લી જીભ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ નગારા કે ડીજે, સાઉન્ડ સિસ્ટમ ની વ્યવસ્થા કરવાની નથી.
કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં, વિજય થઈ ગયા બાદ સન્માન સમારંભના કાર્યક્રમો ટાળવા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/