fbpx
ગુજરાત

ગુજરાતની ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરતાં : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

   આજના રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, કુલ ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓ છે, એમાંથી ૨૯ જગ્યાઓ ભરેલી છે જેની સામે ૨૩ જગ્યાઓ ખાલી છે. એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી છે. ન્યાય મેળવવા ઈચ્છતા લોકો માટે સતત તારીખો પડે અને ન્યાય ન મળે તેનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણુંકોની સિસ્ટમમાં સરકાર દ્વારા જે વિલંબ થઈ રહ્યો છે તે જવાબદાર છે.

આજના સવાલના જવાબમાંથી એ પણ ફલિત થાય છે કે, નામદાર સુપ્રિમ કોર્ટના કોલેજીયમ દ્વારા ભલામણ કરાયા પછી પણ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપ કરીને કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરવામાં આવે છે. ઝડપથી ન્યાય મળે એ અત્યંત જરૂરી હોય છે અને ન્યાય મેળવવા ઈચ્છતા લોકોને ન્યાય માટે પરેશાની ન ભોગવવી પડે તે પણ જરૂરી છે. જ્યારે નામદાર હાઈકોર્ટમાં ૪૫% જેટલી ન્યાયધીશોની જગ્યાઓ ખાલી હોય ત્યારે સ્વભાવિકપણે અરજદારોને ન્યાય મેળવવામાં પણ વિલંબ થાય અને ન્યાયાધીશ સાહેબો ઉપર પણ કામનું જે હોવું જોઈએ તેનાથી બમણું ભારણ રહે જેના કારણે ન્યાય મેળવનારાઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે. ખુબ સારા વહીવટની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહેલા ગેરવહીવટનો આ એક સૌથી મોટો નમુનો છે તેમ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/