fbpx
ગુજરાત

રાજ્યમાં સૌથી વધારે વેસઆદ છેલ્લા ૨૪ કલાકમાં બોરસદ તાલુકામાં વરસ્યો હતોઆણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાટ લીધી

ગુજરાતમાં ૧૭૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તા.૨૪ જુલાઇએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. ૩૫૪ મી.મી. જેટલો વરસાદ બોરસદ તાલુકામાં વરસ્યો હતો ત્યાર બાદ આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે મંત્રીએ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે આવ્યા હતા. મંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટર પર બેસીને નિરીક્ષણ કર્યું હતું.

જો કે ગુરુવારે ૨૫ જુલાઇ ના રોજ વરસાદે થોડો વિરામ લીધો હતો, વરસાદ બાદ પાણી જન્ય કે મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ ન વધે તે માટે પ્રો-એક્ટિવ કામગીરી હાથ ધરવા આરોગ્ય તંત્રને સૂચન કર્યું ગઇ કાલે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચના આપી હતી.

Follow Me:

Related Posts