fbpx
ગુજરાત

મહેસૂલ વિભાગ કંપની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરશે?સરકારે ફાળવેલી જમીનને બદલે કંપનીએ બીજી જમીનનો કબ્જો લીધો

ગુજરાતની પ્રજાને પીવાનું શુધ્ધ પાણી મેળવવા પણ પૈસા આપવા પડે છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોને અધિકારીઓ સરકારના ખર્ચે અને જોખમે પાણી વાપરવાની કેટલી સવલત કરી આપે છે તેનો અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે.વેરાવળની ઈન્ડિયન રેયોન કંપનીને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા સરકારે જમીન ફાળવી હતી. આ જમીનને બદલે કંપનીએ ભળતી બીજી જમીનનો કબ્જો લઈને પાણી તો લીધું પણ પાણી પેટે સરકારને ભરવાની ૩૪૯ કરોડની રકમ પણ ચુકવી નથી. આ સમગ્ર ગેરરીતિ બહાર આવતા વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તત્કાલીન કલેક્ટર સહિત મહેસૂલ-જળસંપત્તિ વિભાગના અધિકારીઓ સામે પગલા ભરવાની ભલામણ કરી હતી.

ઇન્ડિયન રેયોનને હિરણ-૨ ડેમ પાસે કુવો કરીને પાણી મેળવવા માટે રાજય સરકારે ૧૦૦ ઠ ૧૦૦ ફુટની જમીન ફાળવી હતી. કંપનીએ આ જમીનનો કબ્જો લેવાને બદલે નજીકમાં જ બીજી ૯૨૯ સ્કેવરમીટર જમીનનો કબજો લઈ લીધો અને ત્યાં કુવો કરી નાખ્યો. આ સમગ્ર બાબત ધ્યાનમાં આવતા ૧૩ ફેબ્રુઆરી, ૧૯૯૭ના રોજ ગીરસોમનાથ જિલ્લાના તત્કાલીન નાયબ કલેક્ટર દ્વારા કંપનીએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું રોજકામ કર્યું હતું.આ સમગ્ર બાબતથી સંલગ્ન તત્કાલીન કલેક્ટરને રજૂઆત કર્યા પછી પણ સરકારી જમીનનો કબ્જો છોડાવવામા આવ્યો નહીં. બીજીબાજું,કંપનીએ ડેમના નીચાણવાળા વિસ્તારમાં ફાળવેલી જમીનને બદલે બીજી જમીન પર કબ્જો કર્યો, કુવો કર્યો અને પાણી લેવાનું ચાલું કરી દીધું હતું. આ સમગ્ર બાબતની વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવતા ઊંડાણપૂર્વકની તપાસ કરાઇ હતી.

કાર્યપાલક ઈજનેરે કંપની પાસેથી પાણીનો દર વસુલવા ૧૩ જૂન, ૨૦૦૬ના રોજ આદેશ કર્યો હતો. સમગ્ર મામલો તત્કાલીન જૂનાગઢ કલેક્ટર સમક્ષ ચાલતા તમામ પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરાયા હતા. ના. કલેક્ટરે પંચ રોજકામ કર્યા સાથેની રજૂઆત છતા જૂનાગઢના તત્કાલીન કલેક્ટરે કંપનીની તરફેણમાં ચુકાદો આપી સરકારની આવકને ગંભીર નુકશાન પહોંચાડયાંની નોંધ સમિતિએ કરી છે.

સરકારે ફાળવેલી જમીનને બદલે કંપનીએ પોતાની રીતે જમીન લઇ કબ્જો કરી વાપરતી હતી. તંત્રએ બે દિવસમાં માહિતી મોકલવા મહેસૂલ વિભાગને તાકિદ કરી હતી. છતા મહેસૂલ વિભાગે કંપની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ થઈ શકે કે નહીં તેનો જવાબ આપ્યો નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/