fbpx
ગુજરાત

જલ હૈ તો કલ હૈ. રાજકોટ ના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમો માંથી દબાણો દુર કરીને વધુમાં વધુ ઊંડા કરી ને પાણી માટે આત્મનિર્ભર બનાવીએ

રાજકોટ ના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમો માંથી દબાણો દુર કરીને વધુમાં વધુ ઊંડા કરી ને પાણી માટે આત્મનિર્ભર બનાવીએ.રાજકોટ શહેર ને પાણી આપતા ડેમો દર વર્ષે ઓવર ફલો થઈ દરિયામાં વહી જાય છે.નર્મદા નું કીમતી પાણી મગાવા કરતા આપના જ ડેમને ઉંડા કેમ ના બનાવી શકાય ? એક વખત ખર્ચ કરવાથી કાયમી મોટો ફાયદો છે. રાજકોટના લોકોને ને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમો આજી-૧, ભાદર-૧, ન્યારી-૧, વર્ષો પહેલા બનેલા ત્યારે રાજકોટ ની વસ્તી માત્ર ૨ થી ૪ લાખની હશે ત્યાર બાદ રાજકોટ ની વસ્તી અનેક ગણી વધી ગઈ છે તેથી પાણીનો વપરાશ ખુબ વધી ગયો છે. હાલમાં ખુબ સારો વરસાદ થાય છે, તેનાથી રાજકોટમાં દરેક ડેમો લગભગ દર વર્ષે ઓવરફલો થઈ જતા ઘણું પાણી દરિયામાં જતું રહે છે, છતા પણ વરસાદ પૂરો થતા થોડા સમયમાં રાજકોટના લોકો માત્ર નર્મદાના પાણી પર આધારિત થઇ જાય છે.

અને તે પાણીનું કરોડો રૂપિયા નું બીલ રાજકોટ મ્યુન્સીપલ કોર્પોરેશન ને કાયમી માટે ભારરૂપ છે, જયારે નર્મદામાં ઉપર વાસ વરસાદ ન હોય કે કોઈ પણ કારણોસર નર્મદા ડેમમાં પુરતું પાણી ન હોય ત્યારે આપણા આ રાજકોટની ૨૦ થી ૨૨ લાખની વસ્તી ને પાણી ની ગંભીર સમસ્યા ન સર્જાઈ તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આપને વિનંતી સાથે જણાવે છે કે, રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ડેમો માંથી તાત્કાલિક બધા દબાણો દુર કરીને પ્રથમ એક ડેમ ન્યારી-૧ માંથી બધું પાણી પહેલા વાપરીને ખાલી કરવો જેથી વર્ષો થી ભરાયેલી માટી, કચરો,મોરમ,પથ્થર જેવો કોઈ પણ જાતનો વધારાનો સામાન ઉપાડીને વધુમાં વધુ ઊંડા કરવાથી ડેમમાં પાણીની ક્ષમતા માં ખુબ મોટો વધારો થશે, આમ દર વર્ષ એક પછી એક એમ બધા ડેમોને ઉંડા કરવાથી રાજકોટ શહેરના લોકોને પાણીને લઈને આત્મનિર્ભર બની જાશે, એક જ વખત ડેમ ઊંડું કરવા માટે વધારેમાં વધારે ખર્ચ કરવાથી કાયમી માટે નર્મદાના ૪૦૦ કિલોમીટર દુરથી પાણી માટે કરોડો રૂપિયા નો બોજ ઘટી જાય તો તેના માટે આપ સાહેબ ને નમ્ર વિનંતી કે આ મુદા ને યોગ્ય રીતે ધ્યાન માં લઇને આગળ વધારી ને અમલમાં લેવા વિનંતી.કરતો પત્ર આર એમ સી કમિશનર મેયર જિલ્લા કલેકટર સહિત સબંધ કરતા ઓને રજુઆત કરાય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/