દક્ષિણ ગુજરાતમાં ફરી વાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઓરંગા, દમણ ગંગા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા થોડા વધુ મહેરબાન થયા છે ત્યારે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. સુરત, તાપી અને ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં વરસેલો વરસાદ સીધો નદીઓમાં આવતા પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. નવસારી જિલ્લામાંથી વહેતી પૂર્ણા અંબિકા અને કાવેરી ત્રણેય નદીઓ બંને કાંઠે વહી રહી છે ભયજનક સપાટી નજીક વહી રહેલી નદીઓના કારણે પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. પૂર્ણ નદી કાંઠે વસેલા નવસારી અને કાવેરી અને અંબિકા નદીના કાંઠે વસેલા બીલીમોરા શહેરમાં પૂરની શક્યતાઓ સૌથી વધુ જાેવામાં આવી રહી છે જેને લઇને સમગ્ર જિલ્લાનું તંત્ર નદીઓની સપાટી પર નજર રાખી રહ્યું છે.
Recent Comments