fbpx
ગુજરાત

સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શીરોયા ના અધ્યક્ષસ્થાને હોમગાર્ડઝ પરિવાર ના ૧૭૫ હોશિયાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા 

સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શીરોયા ના અધ્યક્ષસ્થાને હોમગાર્ડઝ અને પરિવાર ના ૧૭૫ હોશિયાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હોમગાર્ડઝ દળમાં માનદ સેવા આપતા હોમગાર્ડઝ સભ્યના ધોરણ એક થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા ૧૭૫ હોશિયર હોમગાર્ડ પરિવાર ના સભ્યો તેમજ તેમના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન પોલીસ કોમ્યુનિટી હોલ સુરત ખાતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શુભ શરૂઆત માં સરસ્વતી ને પ્રાર્થના અને દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.ડો.પ્રફુલભાઈ શીરોયા એ ઉપસ્થિત મહિમાનોનું શાબ્દિક સ્વાગત કરી હોમગાર્ડ દળની સ્થાપના કરનાર પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈ ને યાદ કરતા જણાવેલ કે દળની સ્થાપના કરવાનો તેમનો હેતુ પોલીસ અને પબ્લિક વચ્ચે કડી બની માનદ સેવા કરવાનો હતો.

 હરેકૃષ્ણ ફાઉન્ડેશનના હિંમતભાઈ ધોળકિયા, ભારતી મૈયા અંબિકા નિકેતન કેન્સર સેન્ટર જેવી અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા અને ચેમ્બર્સ ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામ વાળા અને રેડ ક્રોસ સુરત જિલ્લા શાખાના પ્રમુખ અને આગીની ગ્રુપના જીગ્નેશભાઈ શાહ , લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ ના પ્રમુખ નિશા તાતેર , ઈસ્ટ ના પ્રમુખ કિશોરભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડી શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા સેકન્ડ ઈન કમાન્ડ પ્રણવ ઠાકર, સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, સ્ટાફ ઓફિસર લીગલ સી. બી. વોરા, સ્ટાફ ઓફિસર મેડિકલ ડો. જીગ્નેશ પટેલ, સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન ઉપસ્થિત રહી શુભેચ્છા પઢવી હતી સુરત શહેરના રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠક્કર, સચિન યુનિટ અધિકારી થોમસ પઠારે, એ ઝોન સુનિલ મૈસુરિયા, બી ઝોન -વિજય રાઠોડ, સી ઝોન ગિરીશ પટેલ, ડી ઝોન જયંતિ દવે તેમજ અન્ય અધિકારીઓ પાર્ટ ટાઇમ ક્લાર્કમાં સેવા આપતા મિત્રો સહયોગ આપેલો હતો. દિનેશભાઈ જોગાણી એ શુભેચ્છા આપેલ. ઇનામ પ્રાપ્ત કરેલ બાળકોએ પણ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે પોતાના માતા અથવા પિતા વર્ષોથી આ દળમાં સેવા આપે છે જે અમને ગૌરવ છે કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત ગાય ને કરવામાં આવ્યું હતું .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/