fbpx
ગુજરાત

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે ૧૭ વર્ષ પહેલા ફ્રોડ કરી ફરાર થયેલા દંપતીની અમદાવાદમાંથી ધરપકડ કરી

ઉત્તર પ્રદેશમાં લોકોને નોકરી આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને પતિ-પત્ની બંને પ્રયાગરાજથી ફરાર થઈ ગયા હતા. ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે ૧૭ વર્ષ પહેલા ફ્રોડ કરી ફરાર થયેલા ભાગેડું દંપતીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. તેની યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી.આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સને બાતમી મળી હતી કે અમિત અને શિખા અમદાવાદમાં છુપાયા છે, જેના પછી તેની ટીમ ત્યાં પહોંચી અને બંનેની ધરપકડ કરી.

તેમના જણાવ્યા અનુસાર, બંને છેતરપિંડી અને અન્ય આરોપોમાં પ્રયાગરાજના જ્યોર્જટાઉન પોલીસ સ્ટેશનમાં ૨૦૦૭માં નોંધાયેલા કેસમાં વોન્ટેડ છે. અમિતે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ૨૦૦૭માં તેણે પ્રયાગરાજના જ્યોર્જટાઉનમાં ‘ઈન્ફોકોન્સ કન્સલ્ટન્ટ્‌સ પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની ખોલી હતી, જેમાં તે પોતે મેનેજિંગ ડિરેક્ટર હતા અને તેની પત્ની શિખા કો-ડિરેક્ટર હતી.

અમિતે પોલીસને જણાવ્યું હતું કે આ કંપનીમાં લોકો પાસેથી પૈસા જમા કરાવ્યા બાદ તેમને સોફ્ટવેર ડેવલપર અને એન્જિનિયર તરીકે નોકરી આપવામાં આવતી હતી. તેના બદલામાં તેમને મહિને સાડા આઠ હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો. આ માટે નોકરી મેળવનાર દરેક વ્યક્તિ પાસેથી ૮૦ હજારથી ૧ લાખ રૂપિયા સિક્યોરિટી મની તરીકે જમા કરાવવામાં આવ્યા હતા.

તેમજ અન્ય સૂત્રોના જણાવ્યા મુજબ, અમિતે પૂછપરછ દરમિયાન એસટીએફને જણાવ્યું હતું કે નોકરી મેળવનારા લોકો પાસે ત્રણ વર્ષ માટે કંપનીમાં કામ કરવા અને ત્રણ વર્ષ પછી સિક્યોરિટી મની પરત કરવા તેમજ છ મહિના કામ કર્યા પછી પગાર વધારાનું બોન્ડ પણ આપવામાં આવ્યું હતું.

આરોપીઓએ જણાવ્યું કે ‘સિક્યોરિટી મની’ તરીકે લાખો રૂપિયા એકઠા કર્યા પછી, તેઓ બધા પૈસા લઈને ફરાર થઈ ગયા અને દિલ્હી આવ્યા, જ્યાં બંને થોડા દિવસો રોકાયા અને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપ્યો. આ પછી છેલ્લા ૬-૭ વર્ષથી દંપતી અમદાવાદના શિવંતા એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદીને રહેતું હતું. અહીં તેણે જિમ્ની સોફ્ટવેરના નામથી એક કંપની ખોલી, જે મેડિકલ વર્ક સંબંધિત સોફ્ટવેરનું કામ કરે છે. આ ઉપરાંત, તેની દુબઈમાં ‘વર્ચ્યુઅલ ઓફિસ’ પણ છે, જ્યાં ૧૨-૧૫ લોકો કામ કરે છે અને વિદેશમાં મેડિકલ વર્ક સંબંધિત સોફ્ટવેર પણ સપ્લાય કરે છે.

Follow Me:

Related Posts