fbpx
ગુજરાત

જૂનાગઢના સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

એક દર્દીના મૃત્યુ બાદ ડોક્ટર ઉપર પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવતા ડોક્ટરોની હડતાળ જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ પર હુમલો થયો હોવાની એક ઘટના બની હતી જેમાં એક દર્દીના સગાઓ દ્વારા મોડી રાત્રે ડોકટર પર હુમલો કરવામાં આવ્યો હતો. દર્દીના સગાઓના કહેવા પ્રમાણે ડોકટરો દ્વારા સારવારમાં બેદરકારીના દર્દીનુ મૃત્યુ થયું હોવાનો આક્ષેપ સાથે દર્દીના પરિવારએ ડોકટર પર હુમલો કર્યો છે. હુમલામાં ૨ ડૉક્ટર અને ૧ નર્સિંગ સ્ટાફને ઈજા થઈ છે. સારવાર માટે લવાયેલા દર્દીનું મોત થતાં પરિવાર ખૂબ રોષે ભરાયો હતો. આ મામલે માહિતી મળતા જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની ઘટના બાદ સિવિલના ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે.

જૂનાગઢ ય્સ્ઈઇજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાળ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અનેકવાર આવા બનાવ બન્યાના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ સુરક્ષા સઘન કરે તેવી ડૉક્ટર્સની માગ કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર જ પોલીસ ચોકી બનાવવાની પણ માગ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts