રાજકોટ મધ્યસ્થ જેલમાંTRP અગ્નિકાંડના આરોપીઓને રાખડી બાંધવા બહેનો આવી સાગઠિયા મીડિયાથી પોતાનું મોઢું છુપાવતો હતો
રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે (૧૯ ઓગસ્ટ) રક્ષાબંધનના પવિત્ર દિવસે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો અહીં આવી હતી. જેને લઈને રાજકોટ શહેર ઉપરાંત બહારગામથી બહેનો વહેલી સવારથી જ જેલ ખાતે પહોંચી ગઈ હતી અને રજીસ્ટ્રેશન માટે કતાર લગાવી હતી. બાદમાં જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે ચૌધાર આંસુએ રડી પડી હતી. કોઈ યુવાને પોતાના બાળકને છાતીએ લગાવી વહાલ વરસાવ્યું હતું. કેદી ભાઈઓ પોતાની બહેન કે માતાની આંખમાં આંસુ જાેઈને પોતે કરેલા ગુના પ્રત્યે અફસોસ કરી રહ્યા હતા. આ તકે રાજકોટ ્ઇઁ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને પણ તેમની બહેનો રાખડી બાંધવા આવી હતી.
જેમાં ્ઇઁ ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને તેમની ૩ બહેન રાખડી બાંધવા આવી હતી. શરૂઆતમાં સાગઠિયા મીડિયાથી પોતાનું મોઢું છુપાવતો હતો, પરંતુ બાદમાં બહેન રાખડી બાંધવા આવતા સાગઠિયાએ મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું. રાજકોટ ્ઇઁ ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને તેમની બહેન રાખડી બાંધવા આવવાની હોવાથી તેઓ બેરેકમાંથી બહાર તો આવ્યા હતાં,
પરંતુ શરૂઆતથી જ તેઓ મીડિયાથી મોઢું છુપાવી રહ્યાં હતા અને હાસ્ય લહેરાવી રહ્યાં હતાં. જાેકે, બાદમાં પોલીસે સાગઠિયાને કહેતા તેઓ સીધા ઊભા રહ્યાં હતાં. તેમની ત્રણેય બહેનો જ્યારે રાખડી બાંધવા માટે આવી ત્યારે બહેનો રડવા લાગી હતી. આ ઉપરાંત મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકીની બહેન તેને રાખડી બાંધવા આવી ત્યારે તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. પરિવારની મહિલાએ યુવરાજસિંહના ઓવારણાં લીધા તો પરિવારની બાળકી યુવરાજસિંહને જાેઇ રહી હતી. બાદમાં એક મહિલાએ જતા જતા કહ્યુ- કોઈ ચિંતા ન કરતો. પાકા કામના કેદી ગોપાલ વેકરીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૬ વર્ષથી જેલમાં છું.
આજે રક્ષાબંધનના અમારા અધિક્ષક રાઘવ જૈન અને નાયબ અધિક્ષક સહિતના દ્વારા બહેન પોતાના કેદી ભાઈને રાખડી બાંધી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે અમારી બહેન અમને રાખડી બાંધવા આવે છે, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. અમને એવો અફસોસ થાય છે કે, કાયદો હાથમાં લીધો હતો તે ખોટું હતું. અમારી સજા બહેન અને પરિવારને સજા ભોગવવી પડી રહી છે. મારા બહેન દમણ છે અને ત્યાથી રાખડી બાંધવા અહીં આવ્યા હતા. અપહરણ અને પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા પડેલી છે. આ સાથે જ તેમણે અન્ય કેદી ભાઈઓ-બહેનોને એવી અપીલ કરી હતી કે, બંધારણ આપણને છૂટ ન આપતું હોય તેવા કોઈપણ કાર્ય કરવા ન જાેઈએ. પરિવારમાં માતા અને બહેન છે.
Recent Comments