શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, અનેક તર્કવિતર્ક
ગુજરાતના રાજકરણમાં કંઈ નવા જુનીના એંઘાણ વર્તાઈ રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી મોટા મોટા રાજનેતાઓ જાેડે બંધ બારણે થતી ચર્ચાઓ અને બેઠકો એ તરફ દિશાનિર્દેશ કરી રહ્યાં છે. ભાજપના નેતાઓ હોય કે પછી અન્ય કોઈ પક્ષના નેતાઓનીઓ મુલાકાતના કારણે થોડા દિવસથી રાજકરણ પણ ગરમાયું જાેવા મળી રહયું છે. તેવામાં આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. પૂર્વ ઝ્રસ્ શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. જેને લઈને કંઈ નવા જુની થાય તેવી અટકળો ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. તે દરમિયાન ગુજરાતના પૂર્વ ઝ્રસ્ શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આ મુલાકાત યોજાઈ હતી. કેવાઈ રહયું છે કે બંધ બારણે થયેલી આ મીટીંગમાં ઘણી મહત્વની ચર્ચાઓ થઇ હતી.
બંને વચ્ચે લાંભા સમય બાદ બેઠક યોજાતા અનેક તર્ક ર્વિતકો સર્જાયા છે. શંકરસિંહ વાઘેલાએ સ્પષ્તા કરતા જણાવ્યું કે, આ કોઈ રાજકીય મુલાકાત ન હતી. આ બેઠકને રાજકારણ સાથે જાેડાયેલ નથી. આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી. જણાવી દઈએ કે,શંકરસિંહ વાઘેલા રાજકારણી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના ભૂતપૂર્વ નેતા (કોંગ્રેસ) છે. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા અને લોકોમાં “લોકનેતા બાપુ” તરીકે લોકચાહના મેળવી હતી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું હુલામણું નામ આપ્યું હતું. તેઓ કપડવંજની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.
Recent Comments