fbpx
ગુજરાત

લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા

લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન આગામી ગુરુવારે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્યક્રમઈશ્વરિયા શુક્રવાર તા.૨૩-૮-૨૦૨૪લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન આપશે. આગામી ગુરુવારે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્યક્રમ યોજાયેલ છે.લોકભારતી ગ્રામવિદ્યાપીઠ પ્રણેતા, ગાંધીવિચાર મર્મજ્ઞ, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત એકવીશમાં મણકાનું વ્યાખ્યાન જાણીતા લેખક શ્રી રતિલાલ બોરીસાગર ‘દર્શકનું વાલ્મીકિ રામાયણનું મર્મદર્શન’ વિષય ઉપર આપશે.ગુરુવાર તા.૨૯નાં યોજાયેલ આ વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થીઓનું સન્માન થશે. અહીં શ્રી દોસ્તભાઈ બલોચ (સર્વોદય), શ્રી રતિલાલ સુદાણી (જળ સંસાધન), શ્રી પંકજભાઈ દવે (ગ્રમોત્થાન), શ્રી તખુભાઈ સાંડસુર (શિક્ષણ) અને શ્રી રીટાબેન તથા સુમનભાઈ રાઠોડ (પર્યાવરણ શિક્ષણ અને તાલીમ) આ કાર્યક્રમમાં સન્માનિત થશે.

Follow Me:

Related Posts