fbpx
ગુજરાત

શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે બાલિકા ઓના સ્વાસ્થ્યનો કાર્યક્રમ યોજાયો. 

આજરોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચ, મુંબઈ ના સહયોગથી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં માનનીય અને આદરણીય શ્રી પરમાનંદદાદા જેવો 17 વર્ષથી પાલીતાણા ની 101 જેટલી શાળાઓમાં અવિરત દાનની સરવાણી વહાવી રહ્યા છે, તેમના સુપુત્ર  અમિતભાઈ શાહ અને એમની ધર્મપત્ની શ્રીમતી ડૉ.મોનાબેન શાહ જેવો ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર છે તેમના માર્ગદર્શન હેઠળ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે બાલિકાઓના સ્વાસ્થ્યનો કાર્યક્રમ યોજાયો તેમની સાથે શ્રીમતી મનીષાબેન શાહ અને શ્રીમતી મોનાબેન શાહ પણ હાજર રહ્યા હતા.

  આ  ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈ ના સહયોગથી પાલીતાણા તાલુકાની 17 શાળાઓ  જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય  ઠાડચ, લોકશાળા દુધાળા, મોડલ સ્કૂલ માનવડ, કસ્તુરબા માધ્યમિક શાળા મોટી પાણીયાળી, ગોપનાથ માધ્યમિક શાળા સખવદર, શ્રાવિકાશ્રમ પાલીતાણા, સરકારી હાઈસ્કૂલ લાપાળીયા, સરકારી હાઈસ્કૂલ ડુંગરપુર, સરકારી હાઈસ્કૂલ જાળીયા, લોક વિદ્યાલય માઇધાર, ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા, ગ્રામદક્ષિણામૂર્તિ મણાર, એન એસ ડાંખરા વિદ્યાલય બેલા, લોકભારતી સણોસરા, કે એલ રવાણી વિદ્યાલય લોઇચડા અને એમ.એલ શાહ હાઇસ્કુલ ઠળિયાની 2400 દીકરીઓને છ મહિના ના સેનેટરી નેપકીન પેડ ફ્રી આપવામાં આવ્યા છે.આ સમગ્ર ખર્ચના દાતાશ્રી અમેરિકાસ્થિત શ્રી નરેન્દ્રભાઈ દોશી તથા શ્રીમતી નીલોનીબેન દોશી તથા શ્રીમતી યામીની રાજીવભાઈ દોશી છે. અને સમગ્ર સંકલન ધ રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રીમતી ડૉ. મોનાબેન અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તમામ શાળાઓએ તેમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ.

Follow Me:

Related Posts