fbpx
ગુજરાત

મહાકાય મચ્છુ-૨ ડેમનાં ૨૮ દરવાજા ખોલી દેવાયા પાણીના પ્રવાહથી દૂર રહેવા મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા લોકોને અપીલ

મોરબી નજીકના મહાકાય મચ્છુ-૨ ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે જેથી કરીને હાલમાં ૨૮ દરવાજાને ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદી પણ બે કાંઠે રહેતી હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે અને આ નદીમાં છોડવામાં આવતું પાણી મચ્છુ-૩ ડેમમાં જતું હોવાથી મચ્છુ-૩ ડેમના પણ ૧૫ જેટલા દરવાજાને ૧૫ ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે મોરબી જિલ્લાના કલેક્ટર જિલ્લાના લોકોને અપીલ કરી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ થી લઈને ૧૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાં તથા મોરબી ના મચ્છુ ડેમના કેચમેંટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-૨ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે મોરબી સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે, આજે સવારે ૯ઃ૦૦ વાગ્યાથી મચ્છુ -૨ ડેમના ૧૮ દરવાજાને ૧૫ ફૂટ સુધી અને ૧૦ દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી પાણીના જળ જથ્થાને નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેથી કરીને મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્ય જાેવા મળી રહ્યા છે.

આ નદીમાં છોડવામાં આવતું પાણી આગળ જતાં મચ્છુ-૩ ડેમમાં જતું હોવાથી મચ્છુ૩ ડેમના પણ ૧૫ દરવાજા ૧૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણીના જથ્થાને છોડવામાં આવ્યો છે. ત્યારે મચ્છુ-૨ અને મચ્છુ-૩ ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ નદીના પટમાં કોઈએ પણ ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં મોરબી જિલ્લામાં ખૂબ સારો વરસાદ છેલ્લી ૨૪ કલાકમાં પડ્યો છે અને હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં મોરબી જીલ્લો રેડ એલર્ટમાં છે, જેથી કરીને મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા પણ લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/