વરસાદ વિરામ લીધા બાદ ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે સરકાર દ્વારા સર્વે હાથ ધરાશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
છેલ્લા ૭૨ કલાકથી રાજ્યમાં વરસી રહેલા વ્યાપક વરસાદને કારણે ખેતીક્ષેત્રે નુકસાન થવા પામ્યુ હોવાનુ સ્વીકારતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, હાલમાં વરસાદની સ્થિતિ યથાવત છે. વરસાદ રોકાઈ જાય તે બાદ, ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. સર્વેના આધારે નુકસાન મુજબ ખેડૂતોને આર્થિક વળતર આપવામાં આવશે.
ગુજરાતમાં સર્જાયેલ વરસાદી સ્થિતિની સમિક્ષા માટે રાજકોટ આવેલા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે, પત્રકારોને કહ્યું હતું કે, રાજકોટમાં પડેલા અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્થાનિક તંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું. સામાજીક સેવાભાવી સંસ્થાઓ પણ તંત્રની મદદે આવીને ફુડ પેકેટનું વિતરણ કર્યું છે.
Recent Comments