fbpx
ગુજરાત

સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં ફસાઈ, NDRFએ રેસ્ક્યુ કર્યું

ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જાેવા મળી છે. જેના કારણે લોકો પોતાના ઘરો છોડવા માટે મજબૂર થયા છે. વડોદરામાં પણ સ્થિતિ વિકટ બની અને નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જાેખમ ઊભુ થયું. આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જાે કે દ્ગડ્ઢઇહ્લ ની ટીમે તેને હવે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધી છે. આ વાતની જાણકારી રાધાએ ખુબ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી છે. તેણે જીવ બચાવવા બદલ એનડીઆરએફની ટીમનો આભાર પણ માન્યો છે.

અત્રે જણાવવાનું કે રાધા યાદવ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ટીમ ઈન્ડિયાનો ભાગ છે. તેણે પોતાના બચાવની જાણકારી આપતા પોતાના વિસ્તારનો વીડિયો શેર કર્યો. જેમાં સ્પષ્ટ રીતે જાેઈ શકાય છેકે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ તળાવ બની ગયા છે. જ્યારે ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી છે. આ વીડિયોમાં અનેક લોકો પાણીમાં ચાલીને નીકળવાની કોશિશ કરતા જાેવા મળે છે. ત્યારે એનડીઆરએફની ટીમ રાધાને બચાવવા માટે આવે છે. તેમણે કહ્યું કે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ ખુબ ખરાબ છે. અત્રે જણાવવાનું પૂર અને ભારે વરસાદના કારણે ગુજરાતના ૧૮ જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લાઓમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સેનાની તૈનાતી કરાઈ છે. વડોદરાની સ્થિતિ પણ કઈ સારી નથી. નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે.

Follow Me:

Related Posts