fbpx
ગુજરાત

AAP નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસમાંથી રાજીનામું આપ્યું છતાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાયું !

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચા લઈને આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રાલયના ગંભીર છબરડા પર સવાલો કર્યા છે. એક સમયે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસે પ્રમોશન આપ્યું છે. આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની ટિ્‌વટ કરી છે. આ મામલે પોલીસે પણ મોટા ખુલાસા કર્યા છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે,

તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે. અમે ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે કોઈ પ્રમોશન આપ્યું નથી. ગોપાલ ઈટાલિયાએ ટિ્‌વટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આ ટ્‌વીટમાં હર્ષ સંઘવી પર ઈટાલિયાએ કટાક્ષ કર્યા છે.

વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. અમુક સોશયલ મીડીયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને ૨૦૧૫માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને ૨૦૨૪માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્‌ન ખોટા અને તથ્યહિન છે. અમુક સોશિયલ મીડીયામાં ગોપાલ ઇટાલીયાએ મને ૨૦૧૫માં નોકરીમાંથી રાજીનામું આપેલ હોવા છતાં તેઓને સને ૨૦૨૪માં હે.કો. તરીકે બઢતી આપેલ છે,

તે મતલબના સમાચાર ચાલી રહયા છે. તાંજેતરમાં અમદાવાદ શહેરમાં ૧૩૭ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવી છે અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ છે. જેથી આ બઢતી આપવા માટે કુલ ૮૮૭ નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવો હતી, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો. બઢતી આપવા માટે આ ૮૮૭ કર્મચારીઓ વિરૂધ્ધમાં કોઇ ખાતાકીય તપાસ/ કોજદારી/ એસીબી કેસ ચાલુ છે કે કેમ?

તેની માહિતી ૪૮ કલાકમાં મોકલી આપવા તા.૨/૮/૨૦૨૪ના રોજની યાદીથી જણાવવામાં આવેલ હતું. આ નામોમાં તા.૧૧/૦૧/૨૦૧૨ સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઇ અને ગોપાલ ઇટાલીયા સને ૨૦૧૨માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઇ. તે યાદીમાં તેમનું નામ છે. પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલું નથી. જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/