મહુધામાં ધર્મ વિરોધી પોસ્ટ કરાતા થયો કોમી હુમલો
ખેડાના કઠલાલમાં થોડા દિવસ અગાઉ થયેલ કોમી હુમલાબાદ ૧૦ કિલોમીટર દૂર શનિવારે મહુધા પંથકમાં બે સોશિયલ મીડિયા યુઝર્સે ભડકાઉ ખેડાના મહુધામાં ફરિયાદ કરવા ગયેલી વ્યક્તિ પર ધર્મ વિરોધી પોસ્ટ કરાતા વિવાદ થયો હતો. મહુધામાં સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મામલે ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો થયો હતો. કોમી શાંતિ ડહોળાવનારાએ ભડકાઉ ભાષણ લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વાહન પરથી પરત ફરતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસે તુરંત મામલો હાથમાં લઈ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખેડાના થોડા દિવસ અગાઉ થયેલ કોમી હુમલાબાદ ૧૦ કિલોમીટર દૂર શનિવારે મહુધા પંથકમાં બે સોશિયલ મીડિયા યુઝર્સે ભડકાઉ પોસ્ટ કરી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પર મૂકી હતી. આ મામલે કઠલાલના યુવાનો ફરિયાદ કરવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાદમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત આવતા મહુધા પોલીસ સ્ટેશન બહાર જ આશરે ૨૫૦૦ જેટલા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો, બાદમાં ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલા પણ પહોંચ્યા છે.
Recent Comments