ગાયત્રી ડેવલોપર્સના ભાગીદારો ધ્વારા સી.આઇ.ડી.માં છેતરપિંડીની ફરિયાદ કરાઈ
લેન્ડ એન્ડ એસ્ટેટ બ્રોકરને પાર્ટનર બનાવી સ્કીમ અને જમીનમાં અઢી કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મે. ગાયત્રી ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો સામે સી.આઇ.ડી.ક્રાઇમ વડોદરા ઝોનમાં દાખલ થતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર લક્ષ્મી સોસાયટીમાં રહેતા લેન્ડ એન્ડ એસ્ટેટ બ્રોકર રોહિત નવનીતલાલ શાહે સી.આઇ.ડી. ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેસર્સ ગાયત્રી ડેવલોપર્સ પેઢીના મુખ્ય સંચાલક વાસુભાઇ ચુનીભાઇ પટેલ આમ્રપાલી નામથી કન્સટ્રક્શન સ્કીમો ચલાવે છે. તેઓ સાથે મારે છેલ્લા ૨૫ વર્ષથી સંબંધ છે. વર્ષો પહેલા વાસુભાઇ તથા ગોપાલ પરીખ સાથે ભાગીદારીમાં અલકાપુરી ખાતે એક પ્લોટ ખરીદ કર્યો હતો.
જેમાં બાંધકામ પહેલા હું છૂટો થઇ ગયો હતો. વર્ષ – ૨૦૧૭ માં વાસુભાઇએ મને કહ્યું કે, અટલાદરા વિસ્તારમાં ૧૮,૨૧૨ ચો.મી. જગ્યા ૫૬ કરોડમાં જાેઇ છે. તેમાં રોકાણ કરશો તો તમને સારો નફો થશે. રોકાણ કરેલા રૃપિયા બે થી ત્રણ વર્ષમાં ડબલ થઇ જશે. મેં અમેરિકા રહેતી મારી દીકરી સાથે વાત કરતા તેણે રસ દાખવ્યો હતો. જેથી, મેં વાસુભાઈને ભાગીદાર થવા માટે વાત કરી હતી. મારી દીકરીએ કુલ ૨.૭૫ કરોડનું રોકાણ કર્યુ હતું.
જે બાબતનો કરાર તા. ૦૫ – ૦૪ – ૨૦૧૯ ના રોજનો વાસુભાઇએ કરી આપ્યો હતો. વાસુભાઇએ મે. ગાયત્રી ડેવલોપર્સની પેઢીમાં વર્ષ – ૨૦૧૭ માં મારી દીકરીને ૧૩.૫ ટકાની ભાગીદાર બનાવી હતી. વર્ષ – ૨૦૧૮ માં મારી દીકરીને ૨૨.૫ ટકાની ભાગીદાર બનાવી હતી. જેની પાર્ટનરશિપ ડીડ તા. ૦૩ – ૦૭ – ૨૦૧૮ ના રોજનું છે. જે નોટરાઇઝ કરાવેલું છે. તેમાં મારી દીકરી વતી મેં સહી કરી છે.
Recent Comments