fbpx
ગુજરાત

જામનગરમાં સપડા ડેમમાં ન્હાવા પડેલાં યુવકનું ડૂબતાં મૃત્યું પામ્યો

જામનગર નજીક સપડા ડેમમાં આજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૃણ મૃત્યુ નીપજયું છે. તેના લીધે યુવાનનું કુટુંબ શોકમાં છે. જામનગર નજીક સપડા ડેમમાં આજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૃણ મૃત્યુ નીપજયું છે. તેના લીધે યુવાનનું કુટુંબ શોકમાં છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતો શહેજાદ સુમારભાઈ શેખ નામનો ૧૮ વર્ષનો યુવાન પોતાના જ અન્ય બે મિત્રો સાથે રવિવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગરથી સપડા ડેમ પાસે ગયો હતો, અને ત્રણેય યુવાનો ડેમના પાણીમાં નાહવા માટે પડયા હતા.

દરમિયાન શહેજાદ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને ડૂબવા લાગ્યો હતો. આ વેળાએ તેના અન્ય બે મિત્રો કે જેઓ કિનારા પર હતા, અને બૂમાબૂમ કરી હતી, પરંતુ શહેજાદ ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ડેમના પાણીને તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. દસેક મિનિટની જહેમત બાદ શહેઝાદને પાણીમાંથી બહાર કાઢીને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો. યુવાન પુત્રના મોતથી સમગ્ર પરિવારમાં અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.

Follow Me:

Related Posts