fbpx
ગુજરાત

આજે શનિવાર સાંજથી મહુવાના કાકીડી ગામના ગોંદરે  રામકથાનું ગાન ગુંજશે 

તા. ૧૯ ઓક્ટોબરને શનિવારથી મહુવા તાલુકાના કાકીડી ગામે પૂજ્ય મોરારીબાપુ દ્વારા, કુલ કથાક્રમની ૯૪૫મી રામકથાનું મંગલ ગાન આરંભાશે. સાંજના ૪ થી ૭ દરમિયાન કાકીડી ગામના પાદરે ઉભા કરવામાં આવેલા વિશાળ કથા મંડપમાં માનસ કથાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી શરદ પૂર્ણિમાની આસપાસના પવિત્ર દિવસો દરમિયાન તલગાજરડાના વાયુમંડળમાં પૂજ્ય બાપુ દ્વારા રામકથા ગવાય છે.

પહેલી કથા, ૨૦૨૨માં ભવાની માતાના મંદિરના સાનિધ્યમાં “માનસ ભવાની” શિર્ષક અંતર્ગત  યોજાઇ હતી. ગત વર્ષે ૨૦૨૩માં ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં વડલી ખાતે “માનસ ભૂતનાથ” નું ગાન થયું હતું. આ વર્ષે ૨૦૨૪માં દાદાગુરુ ત્રિભુવનદાસબાપુ જ્યાં  મહાભારતની કથાનું ગાન કરતા હતા, એવા કાકીડી ગામે રામકથા સ્વરુપે નવ દિવસીય પ્રેમયજ્ઞ આજ(શનિવાર)થી આરંભાઇ રહ્યો છે. નવ દિવસ પછી, ૨૭ ઓક્ટોબરના રોજ બપોરે રામકથા વિરામ લેશે.

છેલ્લા ત્રણ મહિનાથી મહુવાના શ્રી ચીમનભાઈ વાઘેલા તથા વિરપુર ધામના શ્રી ભરતભાઈ, સંગીતની દુનિયાના નિલેશભાઈ વાવડિયા,  કૈલાસ ગુરુકુળ જયદેવભાઈ માંકડના માર્ગદર્શનમાં સેવા આપનારા અનેક સ્વયંસેવકો દ્વારા કથા માટેની તૈયારી ચાલી રહી હતી. આ કથાના નિમિત્તમાત્ર યજમાન કેન્યા, નૈરોબી સ્થિત શ્રીમતી રમાબેન વસંતલાલ જસાણી છે.

તલગાજરડી વૈશ્વિક વ્યાસપીઠના પારેવડાંઓ દેશ વિદેશથી કથા શ્રવણ માટે આવી પહોંચ્યા છે. સાંજે ચાર કલાકે આસ્થા ચેનલ તેમ જ ચિત્રકૂટ ધામ અને સંગીતની દુનિયાની યુટ્યુબના માધ્યમથી પણ લાઇવ કથાનું શ્રવણ થઇ શકશે. કથા શ્રવણ નો સમય પ્રારંભના દિવસે સાંજના 4 થી 7 તથા પછીના દિવસોમાં રોજ સવારે  9:30 થી 1:00 વાગ્યા સુધીનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/