fbpx
ગુજરાત

પાટણના હારીજ ગામમાં શૌચાલયનાં કૌભાંડની ઘટના સામે આવી

પાટણના હારીજના દાંતરવાડા ગામમાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડની ખબર પડતા તાલુકા પંચાયતની છ ટીમ ડોર ટુ ડોર ફરીને તેની તપાસ કરી રહી છે. દાંતરવાડામાં ૧૧૭ શૌચાલયોમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાટણના હારીજના દાંતરવાડા ગામમાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડની ખબર પડતા તાલુકા પંચાયતની છ ટીમ ડોર ટુ ડોર ફરીને તેની તપાસ કરી રહી છે. દાંતરવાડામાં ૧૧૭ શૌચાલયોમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રમુખે કલેક્ટર સહિતના તંત્રને રજૂઆત કરી હતી.

પંચાયતના પ્રમુખ ચંદાબેન ઠાકોર દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય ત્રણ વર્ષ પૂર્વે બનાવેલા શૌચાલયોમાં પણ એજન્સીએ ભ્રષ્ટાચાર કરાયો હોવાનો દાવો કરાયો છે. કુટુંબો શૌચાલયોનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે કરતાં હોવાના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. કર્મચારીઓએ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. રિપોર્ટ તૈયાર થયા પછી આ અંગે કાર્યવાહી કરવાનો ર્નિણય લેવાશે. દાંતરવાડામાં ૨૦૨૦-૨૧માં ૧૧૭ શૌચાલયોમાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે. આ પહેલા પાટણમાં આંતરરાજ્ય કાર ચૌરીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પાટણમાં આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડનું કનેક્શન ઝારખંડમાં નીકળ્યું છે

ત્યારે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ કૌભાંડના સૂત્રધાર મેસર ગામના મુકેશ શ્રીમાળીને લઈ ઝારખંડ જવા માટે રવાના થઇ છે. જુદા જુદા રાજ્યોમાંથી ચોરેલી ગાડીઓ ઝારખંડમાં લાવીને કઈ રીતે આ કૌભાંડનું સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હતું પોલીસ તેની તપાસ શરૂ કરી છે. બીજી બાજુ મોંઘીદાટ બે ગાડીઓ ફોર્ચ્યુનર અને સ્કોર્પિઓના ઝારખંડ અને અમદાવાદના મૂળ માલિકોએ પાટણ એલસીબી ઓફિસે આવીને ચોરાઈ ગયેલી ગાડીઓ જાેઈ હાશકારો અનુભવ્યો હતો. પાટણમાં હવે નીતનવા પ્રકારના કૌભાંડો થતા જાય છે. અત્યાર સુધી ક્રાઇમ રેકોર્ડને લઈને અલિપ્ત મનાતું પાટણ ધીમે-ધીમે હવે રાજ્યના ક્રાઇમ ગ્રાફમાં ઉપર આવતું જાય છે. અહીં સૌથી મોટી વાત પાટણમાં આચરવામાં આવતા ગુનાઓની વૈવિધ્યતાની છે. તેમા રેપ, હત્યા, આત્મહત્યાથી લઈને ફ્રોડ તથા સાઇબર ફ્રોડથી લઈ ચોરી સુધીના ગુનાઓ જાેવા મળી રહ્યા છે.

Follow Me:

Related Posts