fbpx
ગુજરાત

ગાંધીનગરમાં એક બાઈક ચાલક બસની પાછળ હથડાતા જ અકસ્માતમાં યુવાનનું મોત

ગાંધીનગર શહેરના એસટી ડેપો પાછળ ગત મંગળવારની રાત્રિના સમયે મોપેડ અને બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બુલેટ સવાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન અમદાવાદ સિવિલમાં તેનું મોત થયું હતું. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ લીંબોદરા ગામના વતની અને હાલ સેકટર – ૧૬ છ ટાઈપ મકાન નંબર – ૭૮/૪ માં રહેતા અને પોલીસ ખાતામાં ફરજ બજાવતા જગદીશસિંહ તખતસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત મંગળવારના રોજ રાત્રીના સમયે તેઓ ઘરે હાજર હતા.

દરમિયાન તેમના દીકરા મહાવીરસિંહના મિત્ર હેતપાલસિંહે ફોન કરીને જાણ કરી હતી કે મહાવીરસિંહને અકસ્માત થયો હોવાથી સિવિલ લઈ જવામાં આવ્યો છે. જેનાં પગલે તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે, મહાવીરસિંહ બુલેટ લઈને પથિકા એસ.ટી ડેપોના પાછળના રોડથી સેક્ટર- ૧૧ તરફ જઈ રહ્યો હતો. એ વખતે ઇલેક્ટ્રીક મોપેડના ચાલકે તેનુ મોપેડ પુરઝડપે અને ગફલતભરી રીતે રોડના વળાંક રસ્તા ઉપર એકદમ વચ્ચે લાવી દઈ બુલેટ સાથે અકસ્માત સર્જ્‌યો હતો. આ અકસ્માત સર્જાતા બંને વાહન ચાલકને ઈજાઓ થઈ હતી. બાદમાં મહાવીરસિંહને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જેનું ૧૬ મી ઓક્ટોબરે સાંજના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. એકના એક દીકરાનું અકાળે અવસાન થતાં જગદિશસિંહ સહીતના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ પોલીસ દ્વારા મોપેડ ના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts