fbpx
ગુજરાત

ગાંધીનગરમાં એક યક્તિએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી કર્મચારીના ૬૨ લાખ ઠગી લીધા

જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરના કુડાસણમાં આવેલી વસાહતમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારીને સ્ટોક માર્કેટમાં રોકાણની લાલચ આપીને તબક્કાવાર રૃપિયા જમા કરાવી ૬૨ લાખ રૃપિયાની છેતરપિંડી સાઇબર ગઠિયાઓ દ્વારા કરવામાં આવી છે.જે મામલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ઘણા સમયથી સાઇબર ગઠિયાઓ દ્વારા મહિલાઓ અને શિક્ષિત પુરુષોને પણ અલગ અલગ પ્રકારની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી રહી છે

ત્યારે આ વખતે ગાંધીનગરના કુડાસણ શિવાલય શરણમ ફ્લેટમાં રહેતા એસબીઆઈ બેંકના નિવૃત કર્મચારી ભરતભાઈ જયસિંહ રેવરને ૩૧ ડિસેમ્બરના રોજ મોબાઇલમાં મેસેજ મળ્યો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા વોટ્‌સઅપ મેસેજ તેમજ ગૃપમાં જાેઈન થવા માટેની લીંક હતી, જેથી ભરતભાઈ સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા રસ ધરાવતા હોવાથી ગ્પમાં એડ થઈ ગયા હતા. જેમાં ગ્પ એડમિન તરીકે વિદેશના પણ નંબરો હતા. આ વોટ્‌સઅપ ગ્પમાં જાેડાયા બાદ ભરતભાઈએ વોટ્‌સઅપ મેસેજ કરી તેમની માહિતી મોકલી આપી હતી.

જેનાં પગલે તેમને સાયબર ગઠિયાએ વધુ એક લિંક મોકલી આપવામાં આવી હતી. એટલે ભરતભાઈ તે ગ્પમાં જાેઈન થયા હતા. આ સિવાય તેઓ અરિહંત કેપિટલ કસ્ટમર કેર – ૧૦૯ માં જાેડાયા હતા અને સાયબર ગઠિયાનાં કહેવા મુજબ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં તેમણે ૧૨ જેટલા અલગ-અલગ બેંક ખાતાઓમાં રૃ. ૬૧.૮૪ લાખ તબક્કાવાર ટ્રાન્સફર કરી દીધા હતા. જે ઈન્વેસ્ટમેન્ટ પૈકીની રકમ વિડ્રો કરવા માટે તેમણે પ્રોસેસ કરતા રકમ વિડ્રો થયેલ નહિ અને ગૃપમાં મેસેજ કરતા વિડ્રો રકમના ૧૫ ટકા ટેક્ષની રકમ બેંક ખાતામાં જમા કરવા જણાવાયું હતું. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ભરતભાઈ એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts