fbpx
ગુજરાત

વડોદરામાં હિટ એન્ડ રન કારણે વધું એક મોત થયું

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના કંડારી ગામ નજીકથી પસાર થતી વખતે વડોદરા ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના કંડારી ગામ નજીકથી પસાર થતી વખતે વડોદરા ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ ઊંઝા-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. રોડ ક્રોસ કરી રહેલા ૨૫ વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડતા અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનો પગ કપાઈ ગયો હતો અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે રહેતા ૨૫ વર્ષીય આકાશભાઈ રામ અવધ નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા જયસ્વાલ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વડોદરાથી ભરૂચ ઝ્રઁઈ કંપની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પાગલ આખલાની જેમ પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરી રહેલા આકાશભાઈને કચડી નાખતાં ચાલક ભાગી ગયો હતો.અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં રોડ ક્રોસ કરી રહેલા આકાશભાઈ ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યા હતા અને વાહનનું વ્હીલ તેમના ઉપર ચડી જતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમનો એક પગ કપાઈ ગયો હતો. તેમજ માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બનાવ અંગે કરજણ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલકની શોધખોળમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts