fbpx
ગુજરાત

અમદાવાદમાં પતિના ત્રાસથી પરીણિતાએ આત્મહત્યા કરી

અમદાવાદમાં પતિના ત્રાસથી પરીણિતાએ આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પતિના ત્રાસથી પરીણિતાએ કંટાળીને દવા પી જીવન ટૂંકાવ્યું છે. મૃતક પરીણિતા પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. અમદાવાદમાં પતિના ત્રાસથી પરીણિતાએ આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પતિના ત્રાસથી પરીણિતાએ કંટાળીને દવા પી જીવન ટૂંકાવ્યું છે. મૃતક પરીણિતા પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. પત્ની પર અવારનવાર શંકા રાખીને ત્રાસ આપતો હોવાનો આરોપ છે. અમદાવાદમાં છેલ્લા અઠવાડિયામાં પતિના ત્રાસથી પત્નીની આત્મહત્યાનો આ બીજાે બનાવ છે. અમદાવાદમાં ચાર જ દિવસ પહેલા નારોલ વિસ્તારમાં શંકાશીલ પતિના ત્રાસથી પત્નીએ ગેલેરીમાંથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

આ મામલે મૃતકના ભાઈએ બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મૃતકના ભાઈ રાહુલે નારોલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની નાની બહેન છાયાને શાહવાડી ખાતે રહેતા જગદીશ રાઠોડ સાથે પ્રેમસબંધ હોવાથી આજથી એક વર્ષ અગાઉ બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. જાે કે લગ્નના એક મહિના બાદ તેમની બહેન સારા કપડા પહેરે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે તો તેનો પતિ શંકા કરીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. દિવાળીનો તહેવાર હોવાથી ગત ૨ નવેમ્બરના રોજ તેમની બહેન પોતાના પિયર રોકાવા આવી હતી.

જાે કે ચોથી તારીખે તેનો પતિ જગદીશ સાસરીમાં આવ્યો હતો અને પત્નીને ‘મેં તને અહીંયા આવવાની ના પાડી હોવા છતાં કેમ આવી?’ કહી મારઝૂડ કરીને રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. જગદીશ રાઠોડે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે, ‘સવાર સુધીમાં છૂટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજાે, નહીંતર આખી રાત તારી બહેનને મારીશ’. જેથી ફરિયાદી રાહુલ વાઘેલા પોતાની પત્ની અને નાની બહેનને લઈને મોટી બહેન છાયાની સાસરીમાં બનેવીને સમજાવવા ગયા હતા. જ્યાં સાસુ-સસરા અને ત્રણેય નણંદો હાજર હોવા છતાં જગદીશ પત્નીને મારવા જતો હતો. જેથી તેમની મોટી બહેને ગેલેરીમાં જઈને પડતું મૂક્યું હતુ. જેથી લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. અમદાવાદ ઉપરાંત સંસ્કાર નગરી વડોદરામાં પણ પરીણિતાએ આત્મહત્યા કરી હતી. માંજલપુરમાં રહેતી પરીણિતાએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. શ્રીકુંજ હાઇટ્‌સ નામની બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.

Follow Me:

Related Posts