fbpx
ગુજરાત

વડોદરામાં ૩૫ લાખની છેતરપિંડી કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી

મુંબઇની કંપનીની લોભામણી ઓફરમાં ફસાઇને સિનિયર સિટિઝને ૩૫ લાખ ગુમાવ્યા હતા.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસના આરોપીઓ મુંબઇની જેલમાં હોવાછતાંય લક્ષ્મીપુરા પોલીસ છેલ્લા અઢી મહિનાથી તેઓને ટ્રાન્સફર વોરંટથી પકડીને લાવતી નથી. નારાયણ ગાર્ડન રોડ યોગીરાજ રેસિડેન્સીમાં રહેતા ૮૩ વર્ષના ઇશ્વરભાઇ છોટાભાઇ પટેલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વર્ષ – ૨૦૨૨ માં મારા મિત્ર બલરામ ધોત્રેએ જણાવ્યું હતું કે, એ.એસ.સી.એગ્રો એક્વા કંપની માં મેં રોકાણ કર્યુ છે.

દર મહિને ૪.૧૫ ટકા વ્યાજ સાથે ૭૨ મહિનામાં વ્યાજ સહિત રકમ પરત ચૂકવે છે. મને રસ જાગતા મેં કંપનીના ડાયરેક્ટરનો સંપર્ક કર્યો હતો. તેઓએ મને કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્ટીકલ ફાર્માગન ફિસરીઝનો ધંધો કરે છે. તેના માટે ઓછામાં ઓછા પાંચ લાખ કે વધુ રકમ દર મહિને ૪.૧૫ ટકાના હિસાબે ૭૨ મહિનામાં મૂડી પરત કરવામાં આવે છે. અમે રોકાણ કરવાનું કહેતા તેમણે કંપનીનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કંપની વતી સંદેશ ગણપતભાઇ ખામકારે નોટરી રૃબરૃ સિક્કા મારી અમારા ઘરના સરનામે મોકલી આપ્યો હતો.

મેં, મારી પત્ની તથા દીકરીએ સહીઓ કરી નોટરાઇઝ કરાવી કંપનીને પરત મોકલી આપ્યો હતો. મેં મારા એકાઉન્ટમાંથી ૨૦ લાખ, મારા પત્ની માલતીબેનના નામે ૧૦ લાખ તથા મારી દીકરી જેતલબેનના નામે પાંચ લાખ રૃપિયા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ કંપની તરફથી ટેક્સ કાપી ૧.૩૩ લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ કોઇ રૃપિયા ચૂકવવામાં આવ્યા નહતા.ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, કંપની તથા ડાયરેક્ટરો તેમજ સ્ટાફ વિરૃદ્ધમાં કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં કેસ ચાલે છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ બહારગામના હોઇ પકડવાના બાકી છે. ફરિયાદીનું કહેવું છે કે, આરોપી મુંબઇની થાણા જેલમાં છે. પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે તેઓને પકડી લાવીને તપાસ કરી શકે છે. છતાંય પોલીસ તેઓને પકડતી નથી.

Follow Me:

Related Posts