fbpx
ગુજરાત

ભાવનગરના રાજુલામાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગર સોમનાથ હાઈવે પર ટીંબી ગામ નજીક ભાડા ચોકડી નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક જાફરાબાદના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે નાગેશ્રી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગર-સોમનાથ હાઈવે પર જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક ભાડા ચોકડી પાસે ગઈકાલે સાંજે ૫.૩૦ કલાકના અરસામાં અમીનભાઈ સુલેમાનભાઈ કુંડલીયા પોતાની જીજે-૧૪-બીએફ-૩૩૦૬ નંબરની બાઈક લઈને ટીંબીથી જાફરાબાદ જઈ રહ્યાં હતા અને ભાડા ચોકડી નજીક ડિવાઈડર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે નાગેશ્રી તરફથી આવી રહેલા જીજે-૦૪-ડબલ્યુ-૪૯૭૯ નંબરના ટ્રકે તેમની બાઈકને અડફેટે લેતા અમીનભાઈને માથાના પાછળના ભાગે અને ડાબા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ઉના ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. આ અંગે મૃતકના પુત્ર હુસેનભાઈ અમીનભાઈ કુંડલીયાએ નાગેશ્રી પોલીસ મથકમાં જીજે-૦૪-ડબલ્યુ-૪૯૭૯ નંબરની ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts